Papaya Benefits: એમ જ નથી કહેવાતું પપૈયાને 'અમૃત' સમાન, દરરોજ સવારે ખાલી પેટ ખાવાથી થતાં ચમત્કારિક ફાયદા જાણીને ચોંકશો તમે

જો તમે વજન ઉતારવા માંગતા હોવ, તો પપૈયું તમારા માટે ફાયદેમંદ સાબિત થઈ શકે છે. પપૈયામાં કેલરી ઓછી હોવાથી તે વેટ કંટ્રોલ કરવાની ઈચ્છા ધરાવતા લોકો માટે એકદમ પરફેક્ટ ફળ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 02 Nov 2024 09:29 PM (IST)Updated: Sat, 02 Nov 2024 09:29 PM (IST)
papaya-benefits-on-empty-stomach-for-weight-loss
HIGHLIGHTS
  • પપૈયું બારેમાસ મળતું પોષક તત્વોથી ભરપુર ફળ છે

Papaya Benefits: પપૈયું એક એવું ફળ છે, જેમાં અઢળક પોષક તત્વો મળી આવે છે. જેમાં વિટામિન C, B, E, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, એન્ટી ઑક્સિડેન્ટ સહિતના તત્વો હોય છે. ખાસ કરીને પેટ સબંધિત સમસ્યા માટે પપૈયું અમૃત સમાન ગણાય છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, વહેલી સવારે ખાલી પેટ પપૈયું ખાવાથી વધારે ફાયદો થાય છે.

પપૈયામાં ફાઈબરનું પ્રમાણ વધારે અને કેલરી ઘણી ઓછી હોય છે. આથી પપૈયું ભૂખ ઓછી કરવામાં મદદ કરે છે. પપૈયામાં પોટેશિયમ, ફાઈબર અને વિટામિન જેવા તત્વો કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા ઉપરાંત બ્લડ સર્ક્યુલેશન સુધારવામાં મદદરૂપ થાય છે. જેના કારણે હાર્ટ સબંધિત સમસ્યાનો ખતરો ટળી જાય છે.

લૉ સુગર અને હાઈ ફાઈબર વાળું આ ફળ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. જેથી ડાયાબિટીશના દર્દીઓ માટે પપૈયું ફાયદેમંદ છે. પપૈયામાં રહેલ કુદરતી એન્જાઈમ અને એન્ટી ઑક્સિડેન્ટ સ્કિનમાંથી મૃત કોશિકાઓને હટાવવા અને કરચલીઓને દૂર કરે છે.

દરરોજ સવારે ભૂખ્યા પેટે પપૈયું ખાવાથી આંતરડા સાફ થાય છે. જે લોકોને કબજીયાતની સમસ્યા હોય, તેમણે દરરોજ એક વાટકો પપૈયું ખાવાની આદત પાડવી જોઈએ. ખાલી પેટ પપૈયું ખાવાથી પાચન શક્તિ સુધરે છે.

પપૈયામાં રહેલ લાઈકોપીન જેવા એન્ટી ઑક્સિડેન્ટ કેન્સર કોશિકાઓના વિકાસને અટકાવે છે. ઑક્સિડેટીવ તણાવ ઓછો થતાં કેન્સરનો ખતરો ટળે છે. આ ઉપરાંત પપૈયામાં રહેલ કેરોટીન મહિલાઓના પીરીયડ નિયમિત કરવામાં મદદ કરે છે.