Health Tips : આજકાલ માર્કેટમાં ઘણી બધી ભેળસેળયુક્ત વસ્તુઓ મળે છે, જેનો ઉપયોગ કે સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે અને શરીરને જરૂરી પોષક તત્વો મળી શકતા નથી. આવી સ્થિતિમાં લોકોને યોગ્ય વસ્તુઓ પસંદ કરતા આવડવું જોઈએ. આજે અમે વાત કરી રહ્યા છીએ કેસર વિશે.
માર્કેટમાં અસલી અને નકલી બંને પ્રકારના કેસર મળી રહ્યા છે. આવી સ્થિતિમાં અસલી કેસરને ઓળખતા આવડવું હોવું જોઈએ. હવે સવાલ એ છે કે અસલી કેસરને કેવી રીતે ઓળખવું. આજનો અમારો આ લેખ આ વિષય પર છે. આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે અસલી કેસરને કેવી રીતે ઓળખવું. ચાલો જાણીએ…
પાણીમાં કરો ચેક
નકલી-અસલી કેસરની ઓળખવા માટે પાણીમાં નાખીને તેને ચેક કરો. આ માટે કેસરને થોડા પાણીમાં નાખો અને પછી જુઓ કે જો તે તરત જ રંગ છોડી દે તો સમજી લો કે તે નકલી છે. ધ્યાન રાખો કે અસલી કેસરના રંગને પાણીમાં આવવામાં થોડો સમય લાગે છે.
ટેસ્ટ કરીને ચેક કરો
કેસર અસલી છે કે નકલી તે ઓળખવા માટે તેને ચાખીને જુઓ. આ માટે કેસરને જીભ પર રાખો. રિર્પોટ્સ કહે છે કે જો કેસર અસલી હશે તો 15થી 20 મિનિટમાં ગરમી થવા લાગશે. જોકે, નકલી કેસર ખાવાથી આવું થશે નહીં. તેમજ જો જીભ પર કેસરને રાખ્યા પછી તેનો તરત જ રંગ નિકળવા લાગે અથવા તેનો સ્વાદ મીઠો આવવા લાગે તો સમજી લો કે તે નકલી છે.
દબાવીને ચેક કરો
કેસરને દબાવીને પણ ચેક કરી શકાય છે. અસલી અને નકલી કેસરને ઓળખવા માટે તેના રેસાને તમારા હાથમાં લઈને દબાવો. જો તે તૂટી જાય તો સમજી લો કે તે અસલી છે. વાસ્તવમાં, અસલી કેસર નરમ હોય છે, તેથી હાથમાં લેતા જ તૂટી જાય છે.
દૂધમાં પલાળો
ગરમ દૂધમાં કેસર નાખીને ચેક કરી શકાય છે. આ માટે કેસરને હુંફાળા દૂધમાં નાખો, જો તે પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જાય, તો તે અસલી કેસર છે. જ્યારે નકલી કેસર પાણીમાં ઓગળતું નથી અને તેના રેસા પાણીમાં રહી જાય છે