Roasted Corn: વરસાદની સિઝનમાં ગરમા-ગરમ ચા, ભજીયા, સમોસા જેવી વાનગીઓ ખાવાનું લોકોને ખૂબ જ ગમતું હોય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે, આ સિઝનમાં શેકેલી મકાઈ ખાવી સૌથી શ્રેષ્ઠ છે. શેકેલી મકાઈ સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ છે, જેને ખાવાથી વ્યક્તિને અનેક ગંભીર સમસ્યામાં રાહત મળી શકે છે.
જો કે વરસાદની ઋતુમાં શેકેલી મકાઈ ખાતી વખતે કેટલીક તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. આ સંદર્ભે પંચકુલા સ્થિત પારસ હેલ્થના સિનિયર ડાયેટિશિયન ડૉ. પૂજા ગુપ્તા પાસેથી જાણીએ કે, ચોમાસામાં શેકેલી મકાઈ ખાતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી અને તેનાથી કેવા ફાયદા થાય..
શેકેલી મકાઈ ખાવાના જબરદસ્ત ફાયદા (Roasted Corn Benefits)
- જે મહિલાઓને કફ અને પિત્ત જેવી સમસ્યા રહેતી હોય, તેમના માટે શેકેલી મકાઈ અત્યંત ફાયદેમંદ છે
- શેકેલી મકાઈ ખાવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેના પરિણામે વ્યક્તિ વરસાદની ઋતુમાં ઈન્ફેક્શનથી બચી શકે છે.
- શેકેલી મકાઈ ખાવાથી કોલેસ્ટ્રોલ પણ ઘટાડી શકાય છે. આ સાથે જ તે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે.
- ફિટ રહેવા માંગતા લોકો માટે શેકેલી મકાઈ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. જેને ડાયટમાં સામેલ કરવાથી પાચનતંત્ર પણ સ્વસ્થ રહી શકે છે.
શેકેલી મકાઈ ખાતા સમયે કંઈ બાબતોનું ધ્યાન રાખશો (Eating Corn In Monsoon)
- મહિલાઓએ હંમેશા શેકેલી મકાઈ ગરમ જ ખાવી જોઈએ. ઘણા લોકો મકાઈ શેકીને તેને રાખી મૂકી છે અને પછી મોડા ખાતા હોય છે. આમ કરવાથી મકાઈમાં બેક્ટેરિયા વધી જાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડે છે.
- ઘણીવાર લોકો શેકેલી મકાઈ પર લીંબુના રસ સાથે મીઠું તેમજ સ્વાદ વધારવા ચટપટો મસાલો ભભરાવતા હોય છે. જો કે વધુ પડતો મસાલો સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આથી મસાલાનો મર્યાદિત ઉપયોગ કરો.
- જો તમને પહેલાથી જ પેટ સબંધિત કોઈ સમસ્યા હોય, તો શેકેલી મકાઈ ખાતા પહેલા એક વખત તબીબની સલાહ અચૂક લેવી જોઈએ.
એક્સપર્ટનો અભિપ્રાય
શેકેલી મકાઈ સ્વાસ્થ્ય માટે સારી છે, પણ તેનું વધુ પડતું સેવન કરવું નુકસાનકારક નીવડી શકે છે. આવી સ્થિતિમાં પહેલા શેકેલી મકાઈની સિમિત માત્રા વિશે વ્યવસ્થિત જાણો. આ માટે તમે એક્સપર્ટ પાસેથી પણ માહિતી મેળવી શકો છે. આ સિવાય ક્યારેય કાચી મકાઈ ના ખાવી જોઈએ, નહીંતર પેટમાં દુખાવો થઈ શકે છે. મકાઈને હંમેશા શેકીને અથવા તો બાફીને ખાવી જોઈએ.