Health Tips: આજકાલ લોકો ખોરાકને ગરમ કરવા માટે માઇક્રોવેવનો સહારો લે છે. માઈક્રોવેવ ખોરાકને ગરમ કરવો ખૂબ જ સરળ છે, પરંતુ તેના ઘણા ગેરફાયદા પણ છે. જાણો તે વસ્તુઓ વિશે જેને માઇક્રોવેવમાં ગરમ કરીને તેનું સેવન કરવાથી શરીરને નુકસાન થાય છે.
બાળકોનું દૂધ
એવું જોવામાં આવ્યું છે કે ઘણીવાર બાળકોને ઘરે આપવામાં આવતું દૂધ માઇક્રોવેવમાં ગરમ કરવામાં આવે છે. પ્લાસ્ટિકની બોટલમાં દૂધ ગરમ કરવાથી કાર્સિનોજેનનું જોખમ ઊભું થાય છે અને બાળકોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે.
ચિકન
માઈક્રોવેવમાં ચિકન ખૂબ જ જલ્દી ગરમ તો થઈ જાય છે, પરંતુ તેને ખાવાથી શરીરના પાચનતંત્રને નુકસાન થાય છે. એવું કહેવાય છે કે માઇક્રોવેવમાં ગરમ કરેલા ચિકનના પ્રોટીનની સંરચના બદલાય છે.
તેલ
શિયાળાની ઋતુમાં જામી ગયેલા નાળિયેર તેલને ગરમ કરવા માટે લોકો માઇક્રોવેવનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે, માઈક્રોવેવમાં તેલ ગરમ કરવાથી તેમાં રહેલા ગુડ ફેટ બેડ ફેટમાં બદલાઇ જાય છે. તેથી માઈક્રોવેવમાં માત્ર નારિયેળ તેલ જ નહીં, કોઈપણ પ્રકારનું તેલ ગરમ ન કરો.
ભાત
લોકો ભાતને ગરમ કરવા માટે માઇક્રોવેવનો ઉપયોગ કરે છે, પરંતુ તે ફૂડ પોઇઝનિંગનું કારણ બની શકે છે. ભૂલથી પણ ભાતને માઈક્રોવેવમાં ગરમ ન કરો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.