Chinese Garlic: શું તમે તો નથી ખાઈ રહ્યા ચાઇનીઝ લસણ? થઈ શકે છે ભારે નુકસાન; આ રીતે ઓળખો

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 10 Sep 2024 03:25 PM (IST)Updated: Tue, 10 Sep 2024 03:25 PM (IST)
chinese-garlic-side-effects

Chinese Garlic Side Effects: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મળી આવેલા ચાઇનીઝ લસણ (Chinese Garlic) બાદ આજે સમગ્ર દેશમાં લસણની હરાજી સામે હડતાળ જાહેર કરવામાં આવી છે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે, ચાઇનીઝ લસણ સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે.

કેવું હોય છે ચાઇનીઝ લસણ?

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, ચાઈનીઝ લસણ સંપૂર્ણપણે સફેદ હોય છે અને કદમાં પણ મોટું હોય છે. ચાઈનીઝ લસણમાં સ્મલે (ગંધ) લગભગ હોતી નથી. જ્યારે દેશી લસણનો કલર આછું પીળો અને કદમાં પણ નાનું હોય છે. દેશી લસણમાં સ્મેલ (ગંધ) વધુ હોય છે.

ચાઇનીઝ લસણના નુકસાન

  • ચાઈનીઝ લસણના ઉત્પાદન માટે જંતુનાશકોનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે.
  • FSSAIએ 2014માં ચાઈનીઝ લસણની નિકાસ અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો.
  • ચાઈનીઝ લસણમાં કેન્સર પેદા કરતા રસાયણોની મોટી માત્રા મળી આવી હતી.
  • સૂત્રોનું માનીએ તો, ચાઈનીઝ લસણમાં ક્લોરિન બ્લીચનો ઉપયોગ થાય છે.
  • ક્લોરિન એક પ્રકારનું રસાયણ છે. જેનો ઉપયોગ ચાઈનીઝ લસણનો ઉપરનો ભાગ સંપૂર્ણપણે સફેદ દેખાવા માટે થાય છે.
  • એક્સપર્ટનું માનીએ તો, ચાઈનીઝ લસણ કાર્સિનોજેનિક અને ઝેરી હોય છે.
  • જેના લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.