Coconut Oil Benefits: આપણા દેશમાં સદીઓથી નારિયેળ તેલનો ઉપયોગ ભોજન બનાવવાથી લઈને ચહેરાની સુંદરતા વધારવા અને વાળની માવજત કરવા માટે કરવામાં આવે છે. જો કે, માત્ર આ જ વસ્તુઓ જ નહીં પરંતુ નાળિયેર તેલનો ઉપયોગ આંખોની સુંદરતા વધારવા માટે પણ કરી શકાય છે. નાળિયેર તેલ આંખોની નીચે થઈ ગયેલા ડાર્ક સર્કલને દૂર કરવામાં ફાયદાકારક છે. જાણો.
આંખોની નીચે નારિયેળનું તેલ લગાવવાના ફાયદા - Benefits of Coconut Oil
- આંખોની નીચે નારિયેળનું તેલ લગાવવાથી ડાર્ક સર્કલ ધીમે ધીમે હળવા થવા લાગે છે. કારણ કે, નાળિયેર તેલમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે બ્લડ સર્કુલેશનને સુધારે છે.
- નારિયેળ તેલમાં ફેટી એસિડ મળવાને કારણે તે ફાઇન લાઇન્સ અને કરચલીઓ ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તેને લગાવવાથી આંખોની નજીકની ત્વચા પણ હાઈડ્રેટ રહે છે.
- નારિયેળના એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણો આંખોની નીચેનો સોજો ઓછો કરવામાં કારગર સાબિત થઈ શકે છે.
આ રીતે લગાવો આંખો નીચે નાળિયેર તેલ
- નાળિયેર તેલનો લાભ લેવા માટે રાત્રે સૂતી વખતે લગાવો.
- સૂતા પહેલા આંખોની આસપાસની ત્વચાને સારી રીતે સાફ કરો.
- અનામિકા આંગળી પર થોડું નારિયેળ તેલ લગાવીને હળવા હાથે આંખોની નીચે મસાજ કરો અને આંખોની નીચે હળવા હાથે મસાજ કરો.
- તેને આખી રાત રહેવા દો. આનાથી તેલને ત્વચામાં સારી રીતે ઓબ્ઝર્વ થઈ જશે.
મહત્વની વાત - આંખોની નીચે નાળિયેર તેલ લગાવતા પહેલા પેચ ટેસ્ટ જરૂર કરો અને તેને વધુ માત્રામાં ન લગાવો. જો તમને કોઈ એલર્જી છે, તો તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
