Surat News: સુરત APMCમાંથી 2150 કિલો ચાઇનીઝ લસણ ઝડપાયું, 10 લાખની કિંમતના લસણનો નાશ કરાયો

સુરત એપીએમસીના સતાધીશોએ આ પ્રતીબધિત લસણ જપ્ત કરી જિલ્લા રજીસ્ટ્રારને રીપોર્ટ કરી દીધો હતો ત્યારબાદ આ લસણનો નાશ કરી દીધો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 08 Jan 2025 05:12 PM (IST)Updated: Wed, 08 Jan 2025 05:12 PM (IST)
surat-news-2150-kg-of-chinese-garlic-seized-from-apmc
HIGHLIGHTS
  • આ લસણની એન્ટ્રી થઇ જાય તો ખેડૂતોને ભાવમાં પણ માર પડે

Surat News: સુરતની એપીએમસીમાંથી ચાઇનીઝ લસણ ઝડપાયું છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાંથી પ્રતિબંધિત અંદાજીત 10 લાખની કિમંતનું 2150 કિલો ચાઇનીઝ લસણ ઝડપાયું છે. આ લસણ જપ્ત કરીને એપીએમસીના સતાધીશોએ જવાબદાર અધિકારીને જાણ કરીને આ લસણનો નાશ કર્યો છે.

આ લસણ પ્રતિબંધિત છે. ચાઇનીઝ લસણ કદમાં ભારતીય લસણ કરતા નાનું હોય છે અને તેનો કલર પણ ઓછો સફેદ અથવા આછો પિંક હોય છે. કોઈઓ વખત લાઈટ બ્રાઉન કલરનું પણ જોવા મળે છે જયારે ભારતીય લસણ એકદમ સફેદ હોય છે આ ઉપરાંત ભારતીય લસણની સુંગધ તીખી હોય છે જયારે ચાઇનીઝ લસણની સુગંધ હળવી અને સ્વાદમાં ફિક્કું હોય છે. સુરત એપીએમસીના સતાધીશોએ આ પ્રતીબધિત લસણ જપ્ત કરી જિલ્લા રજીસ્ટ્રારને રીપોર્ટ કરી દીધો હતો ત્યારબાદ આ લસણનો નાશ કરી દીધો હતો.

કાંદા-બટેકા અને સુકા લસણના વેપારી અને સુરત એપીએમસીના બોર્ડ ઓફ ડીરેક્ટર બાબુભાઈ શેખએ જણાવ્યું હતું કે છેલ્લા 8-10 મહિનાથી લસણના ભાવો જે પ્રમાણે વધી ગયા છે એના લીધે અત્યારે ચાઈનાથી લસણ ધીરે ધીરે ભારત દેશમાં ઘુસી રહ્યું છે હવે તે પોર્ટ પરથી કાયદેસર પણ આવે છે અને ગેરકાયદેસર રીતે પણ આવે છે પરંતુ આ લસણ સરકારની ગાઈડલાઈન મુજબ એને સ્વાસ્થ્ય માટે હાનીકારક બતાવવામાં આવે છે અને ખરેખર એમાં જે રીતની દવા અને પેસ્ટ્રેસાઈટનો ઉપયોગ થાય છે એટલે એ સ્વાસ્થ્ય માટે હાનીકારક જ છે.

ખાસ કરીને છેલ્લા ૩ વર્ષથી આપણે ત્યાંના લસણની ખેતી કરતા ખેડૂતોને પોતાના માલનો ભાવ ના મળવાના કારણે આ વર્ષે ઉત્પાદન ઓછું છે. તો આ લસણની એન્ટ્રી થઇ જાય તો આપણા ખેડૂતોને ભાવમાં પણ માર પડે અને આ ચાઇનીઝ લસણ અમારા ઇન્સ્પેકટરો રાઉન્ડમાં હતા. શંકાસ્પદ લાગતા તેની તપાસ કરવામાં આવી હતી. તે ચાઇનીઝ લસણ હતું. જેનો અમે સંપૂર્ણ પણે નાશ કર્યો છે. અમારી એપીએમસીમાં આ ચાઇનીઝ લસણ કોઈ પણ રીતે વેચાણ ના થાય એ માટે અમે કટિબદ્ધ છીએ.

વધુમાં જણાવ્યું હતું કે આ લસણ દેખાવમાં સારું હોય છે પરંતુ તેમાં તીખાશ હોતી નથી, આપણા લસણમાં જે ટેસ્ટ હોય છે તે આમાં હોતો નથી પરંતુ તે દેખાવમાં સારું હોવાના કારણે લોકો તેના તરફ આકર્ષાય છે પરંતુ એક વેપારી તરીકે મારી સલાહ છે કે એ લસણનો આપણે ઉપયોગ ના કરીએ તો સારું છે.