Robotic Knee Replacement:અમદાવાદની ક્યુરિસ હોસ્પિટલે ઓર્થોપેડિક સારવાર ક્ષેત્રે એક નવો સીમાચિહ્ન સ્થાપિત કરતાં પશ્ચિમ ભારતની સૌપ્રથમ અત્યાધુનિક સ્કાયવોકર ઓર્થોપેડિક રોબોટિક સિસ્ટમ કાર્યરત કરી છે. અમેરિકા સ્થિત વૈશ્વિક તબીબી સંસ્થા માઇક્રોપોર્ટ ઓર્થોપેડિક્સ ઇન્ક સાથેના સહયોગથી રજૂ કરાયેલી આ ટેક્નોલોજી ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના દર્દીઓ માટે ઘૂંટણ બદલવાની સર્જરી (ની રિપ્લેસમેન્ટ) ક્ષેત્રે ક્રાંતિકારી સાબિત થશે.
વિશ્વનું એકમાત્ર રોબોટિક પ્લેટફોર્મ
સ્કાયવોકર એ વિશ્વનું એકમાત્ર એવું રોબોટિક પ્લેટફોર્મ છે જે પેટન્ટેડ ટ્રુ મેડિયલ-પિવોટ ની ફિલોસોફી અને ઇવોલ્યુશન મેડિયલ-પિવોટ ની સિસ્ટમ સાથે સંપૂર્ણ સુસંગત છે. આ સિસ્ટમ સીટી સ્કેન આધારિત દર્દી-વિશિષ્ટ સર્જરીનું આયોજન કરે છે અને તેની પેટન્ટેડ મોશન ફોલો ટેક્નોલોજી દ્વારા મિલિમીટરના અંશ જેટલી સચોટ ચોકસાઈથી હાડકાંનું કાપકામ શક્ય બનાવે છે.
ક્યુરિસ હોસ્પિટલના ચેરમેન અને સ્થાપક રમેશ બાલાસુબ્રમણ્યને જણાવ્યું હતું કે, હેલ્થકેર ક્ષેત્રે નવીનતાની કોઈ ભૌગોલિક મર્યાદા ન હોવી જોઈએ. અમારું વિઝન પશ્ચિમ ભારતના દર્દીઓને તેમના ઘરઆંગણે જ વિશ્વસ્તરીય સર્જિકલ સુવિધાઓ પૂરી પાડવાનું છે, જેથી તેમને સારવાર માટે દૂરના શહેરોમાં જવું ન પડે.
હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડિરેક્ટર ડો.અજયસિંહ વી દેવડાએ જણાવ્યું કે ગુજરાતમાં ખાસ કરીને વૃદ્ધોમાં ઘૂંટણના ઘસારાની (ઓસ્ટિઓઆર્થરાઇટિસ) સમસ્યા વધી રહી છે, જ્યાં આ રોબોટિક સિસ્ટમ પરિવર્તનકારી સાબિત થશે. કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક્સ આ સિસ્ટમ દર્દી-કેન્દ્રિત સારવારનો નવો માપદંડ સ્થાપિત કરે છે.
રોબોટિક સર્જરીથી ઓછો દુખાવો અને વધુ સ્થિરતા પ્રદાન
આ સુવિધા પરંપરાગત સર્જરીની સરખામણીએ ઓછો દુખાવો અને વધુ સ્થિરતા પ્રદાન કરે છે. આ ઉપરાંત રિયલ ટાઇમ ડાયનેમિક ગેપ બેલેન્સિંગ દ્વારા જટિલ કેસોમાં સચોટ પરિણામ રજૂ કરશે અને સર્જરી બાદ ઝડપી રિકવરી આપે છે જેનાથી દર્દીઓ લાંબું ચાલવા અને સરળતાથી સીડી ચઢવા-ઊતરવા જેવી રોજિંદી પ્રવૃત્તિઓ ઝડપથી શરૂ કરી શકે છે.
