Migraine In winter:શિયાળા એટલે કે ઠંડીની સીઝનમાં ઘણા લોકોને માઈગ્રેનની સમસ્યા જોવા મળતી હોય છે. હવામાન કે તાપમાનમાં જે ફેરફાર થાય છે તેની મઈગ્રેનની સમસ્યા ધરાવતા લોકો માટે સીધી અસર કરતાં હોય છે અને ઘણી વખત તેને લગતી આડ અસરો પણ જોવા મળતી હોય છે. અલબત ઘણી વખત માઈગ્રેન માટે કેટલાક લક્ષણો તથા યોગ્ય સમયે સારવાર કરાવવી ખૂબ જ જરૂરી બને છે.સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે ઠંડીની સિઝનમાં શા માટે માઈગ્રેનની સમસ્યા સર્જાય છે. અલબત આ માટે ભેજ તથા તાપમાન અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. સૂકી હવા, ઊંઘની પેટર્નમાં ફેરફાર થવો તથા તણાવ વધારતી સ્થિતિ આ માટે જવાબદાર હોઈ શકે છે.
માઈગ્રેશનને લગતી બિમારીના લક્ષણો
માઈગ્રેશનને લગતી બિમારીના લક્ષણો વિશે વાત કરીએ તો માથું સતત દુખે છે. ઘણી વખત માથામાં કોઈ એક ચોક્કસ ભાગમાં સતત દુખાવો થાય છે. આંખની દ્રષ્ટિમાં ધૂંધળાપણું આવે છે તેને લીધે વ્યક્તિની જોવાની ક્ષમતા પર પ્રતિકૂળ અસર થાય છે.
માઈગ્રેનથી કેવી રીતે બચી શકાય છે
માઈગ્રેન ટ્રિગર દરેક વ્યક્તિ માટે અલગ-અલગ પરિસ્થિતિ હોઈ શકે છે, જેથી વ્યક્તિએ ખાસ કરીને ફૂડ હેબિટ, તણાવની સ્થિતિ તથા લેપટોપ કે કોમ્પ્યુટર પર વધારે સમય સુધી સમય પસાર કરવા જેવી બાબતને ધ્યાનમાં લેવી જોઈએ.
આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય
વ્યક્તિએ સૌથી પહેલા ઊંઘવાના સમયને લઈ ચોક્કસ સમય નિર્ધારિત કરવો જોઈએ. દિવસ દરમિયાન પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીવું જોઈએ, નિયમિતપણે વ્યાયામ કરવો જોઈએ. તણાવભરી સ્થિતિને ઓછી કરવા માટે યોગ, ધ્યાન અને ઊંડા શ્વાસ લેવા જેવી એક્સરસાઈસ નિયમિતપણે કરતાં રહેવું જોઈએ. સંતુલિત આહારનો હંમેશા આગ્રહ રાખો. માદક પદાર્થ કે વ્યસનની સ્થિતિથી હંમેશા દૂર રહો. માઈગ્રેનની સ્થિતિમાં ડોક્ટરની પણ મુલાકાત લઈ યોગ્ય સારવાર કરવી પણ એટલી જ જરૂરી બને છે.
જે પણ દર્દીને ગંભીર પ્રકારના માઈગ્રેનને લગતી સમસ્યા હોય છે તેમણે ઘરઘથ્થુ કે પરંપરાગત સારવાર કામ નથી આવતો. આ માટે તેમણે ચોક્કસ પ્રકારના ખાસ નિષ્ણાત સર્જિકલ માઈગ્રેન ડીકંપ્રેસનની યોગ્ય સલાહ લેવી જરૂરી બને છે.
