Liver Disease:લીવરની બીમારીથી પીડિત દર્દીઓને રાહત આપતું સંશોધન સામે આવ્યું, ઈકિર્વો નામની દવાના ક્લિનિકલ ટ્રાયલમાં મળી સફળતા

લીવરને લગતી બીમારી ધરાવતા દર્દીઓ માટે સંશોધકો તરફથી ખૂબ જ મહત્વની માહિતી સામે આવી છે. જે લોકો લીવર પરના સોજાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમના માટે સંશોધનકર્તાઓએ એવી દવા શોધી છે કે જે તેમના માટે રામબાણ ઈલાજ તરીકે સાબિત થઈ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 23 Nov 2026 10:01 AM (IST)Updated: Mon, 23 Nov 2026 10:01 AM (IST)
health-newsresearch-offering-relief-to-patients-suffering-from-liver-disease-has-emerged

Liver Disease:લીવરને લગતી બીમારી ધરાવતા દર્દીઓ માટે સંશોધકો તરફથી ખૂબ જ મહત્વની માહિતી સામે આવી છે. જે લોકો લીવર પરના સોજાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમના માટે સંશોધનકર્તાઓએ એવી દવા શોધી છે કે જે તેમના માટે રામબાણ ઈલાજ તરીકે સાબિત થઈ છે. સંશોધકોના મતે દર્દીઓએ ઈકિર્વો દવા લેવાથી લીવરના કામમાં નોંધપાત્ર પ્રમાણમાં સુધારો જોવા મળ્યો છે. આ દવા અંગે કરવામાં આવેલ સંશોધનમાં આ માહિતી સામે આવી છે. પ્રાઈમરી બિલિયરી કોલેંજાઈટીસ એટલે કે પીબીસીથી જે લોકો મુશ્કેલીનો સામનો કરતા હતા તે પૈકી મોટા ભાગના દર્દીઓની સ્થિતિમાં ખુબ જ સુધારો થયો હોવાનું માલુમ પડ્યું છે.

લીવર પર સોજાની સમસ્યા

લીવર પર સોજાની સમસ્યાનો સામનો કરી રહેલા દર્દીઓને ઈપ્સનની દવા આપવામાં આવ્યા બાદ તેમની સ્થિતિમાં ઘણો સુધારો થયો હતો. અલ્કલાઈન ફોસ્ફેટેસ એટલે કે એએલપી લીવર એન્જાઈમનું લેવલ સામાન્ય સ્થિતિથી સુધારો નોંધાવ્યો હતો. સંશોધકોનું માનવું છે કે દર્દી સામાન્ય સ્તરની આરોગ્યપ્રદ સ્થિતિ હાંસલ કરી લે છે અને તે જટિલતા કે મુશ્કેલીથી મુક્ત જીવન જીવવામાં વધારે સમય મળી શકે છે.

ઈકિર્વોનું આ રાસાયણિક નામ એલાફિબ્રેનર છે

તાજેતરમાં હેપેટોલાજી સામસિયકમાં પ્રકાશિત માહિતી પ્રમાણે ઈકિર્વોનું આ રાસાયણિક નામ એલાફિબ્રેનર છે અને તે મેળવનાર મોટાભાગના દર્દીઓને લીવર સંબંધિત સમસ્યામાંથી મુક્તિ મળી અને ટેસ્ટ સંબંધિત માપદંડ સામાન્ય રહ્યા હતા. આ સાથે સંકળાયેલ પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે ઈકિર્વોથી એએલપીમાં ઘટાડો કરી શકાય છે.

 લીવરની સમસ્યાથી પીડિત લોકો 

ભારતમાં ખૂબ જ મોટી સંખ્યામાં લીવરની સમસ્યાથી પીડિત લોકો છે, જેમના માટે સંશોધન કરવામાં આવેલી આ દવા મોટા આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે અને લોકોને ઓછામાં ઓછા ખર્ચથી આ બીમારીથી છૂટકારો મેળવવામાં મદદરૂપ બની શકે છે. સંશોધકો દ્વારા અનેક દર્દીઓ પર ટેસ્ટ કરી તેના અસરકારક પરિણામો મેળવ્યા હતા અને ત્યારબાદ ચોક્કસ તારણોને રજૂ કરવામાં આવ્યા છે.