joint Pain And Home Remedies: શિયાળાની ઠંડીમાં સાંધાના દુખાવાથી કેવી રીતે મેળવી શકાય છે રાહત? આ ઘરગથ્થુ રીત તમને આપશે રાહત

ઠંડીની આ સિઝનમાં લોકો સામાન્ય રીતે શ્વાસ, શરદી સહિત અનેક સમસ્યાનો સામનો કરતા હોય છે. વધતી ઉંમર વચ્ચે પગ તથા પગની આંગળીમાં સોજો આવવા સહિતની અનેક સમસ્યાનો સામનો કરતાં હોય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 21 Nov 2026 03:50 PM (IST)Updated: Sat, 21 Nov 2026 03:50 PM (IST)
how-can-you-get-relief-from-joint-pain-during-the-winter-cold-these-home-remedies-will-provide-you-with-relief

joint Pain And Home Remedies:ઠંડીની આ સિઝનમાં લોકો સામાન્ય રીતે શ્વાસ, શરદી સહિત અનેક સમસ્યાનો સામનો કરતા હોય છે. વધતી ઉંમર વચ્ચે પગ તથા પગની આંગળીમાં સોજો આવવા સહિતની અનેક સમસ્યાનો સામનો કરતાં હોય છે.

વધતી ઉંમરની સાથે સાંધામાં દુખાવો પણ થાય છે અને શિયાળાની સિઝનમાં આ સમસ્યા વધારે પીડાદાયક બનતી હોય છે. ઠંડીની સિઝનમાં જોઈન્ટ પેઈનની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે અવાર-નવાર અનેક પ્રકારના નુસખા અજમાવવામાં આવે છે.આજે આપણે સાંધાના દુખાવાને લગતી સમસ્યાથી મુક્તિ મેળવવા માટે શું કરી શકાય છે તે અંગે ચર્ચા કરશું.

નિયમિતપણે મસાજ કરો

ઠંડીની સિઝનમાં સરસવ અથવા તલનું તેલ લગાવવાથી ઘણો મોટો ફાયદો થઈ શકે છે. દરરોજ ઉંઘતા પહેલા તેલનું હળવા હાથે માલીસ કરીને સાંધાની બીમારીથી રાહત મેળવી શકાય છે. આ માટે ઓછામાં ઓછા 15 મિનિટ માટે માલીશ કરી શકાય છે અને તેને લીધે ઘણી મોટી રાહત મળે છે.

જોઈન્ટ એટલે કે સાંધીમાં ગરમાવટ જાળવી રાખો

ઠંડીની સિઝનમાં શેક કરવાથી દુખાવામાં કંઈક હસ્તક રાહત મળે છે. શેકને સાંધાના દુખાવાની સ્થિતિમાં રામબાળ ઈલાજ માનવામાં આવે છે અને આ માટે ગરમ પાણીની બોટલ અથવા તો હિટીંગ પેડ મારફતે હળવા હાથે શેક કરી શકાય છે. ઓછામાં ઓછા 10-15 મિનિટ સુધી હળવા હાથ શેક કરવાથી દુખાવામાં રાહત મળે છે. અલબત શેક કરવાથી બળતરા થાય અથવા લાલાસ જેવી પરેશાની થાય તો તમારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ. સાંધાના દુખાવાના સંજોગોમાં જો તમે જમીન પર લાંબા સમય સુધી બેસવાની ટેવ ધરાવતા હોય તો તેનાથી પણ બચવું જોઈએ. ખાસ કરીને 40 વર્ષથી વધારે ઉંમરના લોકોએ આ સ્થિતિને લઈ ધ્યાન રાખવું જોઈએ.