Late Dinner And Health:રાત્રીના સમયે મોડે ભોજન કરવાથી શું થાય?તમારું શરીર કેવી રીતે બની શકે છે અનેક બીમારીનું ઘર તે જાણો

રાત્રીનું ભોજન મોડેથી કરવાને લીધે પાચન, વજન ઉપરાંત ઊંઘની ક્વોલિટી પર વિપરીત અસર થાય છે. તેને લીધે અનેક પ્રકારની બિમારીને આમંત્રણ મળે છે અને એકંદરે સ્વાસ્થની સ્થિતિ કથળવા લાગે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 20 Nov 2026 12:36 PM (IST)Updated: Fri, 20 Nov 2026 12:36 PM (IST)
health-news-what-happens-when-you-eat-late-at-night-find-out-how-your-body-can-become-a-breeding-ground-for-various-diseases

Late Dinner And Health: બદલાઈ ગયેલી જીવનશૈલીને લીધે વર્તમાન સમયમાં લોકોના આહારથી લઈ તમામ પ્રકારની ટેવોમાં મોટું પરિવર્તન આવ્યું છે. સતત દોડધામભરી જીંદગી વચ્ચે લોકો રાત્રીનું ભોજન ખૂબ જ મોડેથી કરે છે. તેને લીધે ધીમે ધીમે શરીરની બાયોલોજિકલ ક્લોકને અસર થવા લાગે છે. છેવટે મોડી રાત્રે ભોજન કરવાને લીધે કેવી આડ અસરો સર્જાય છે તે અંગે આજે આપણે ચર્ચા કરશું.

રાત્રીનું ભોજન મોડેથી કરવાને લીધે પાચન, વજન ઉપરાંત ઊંઘની ક્વોલિટી પર વિપરીત અસર થાય છે. તેને લીધે અનેક પ્રકારની બિમારીને આમંત્રણ મળે છે અને એકંદરે સ્વાસ્થની સ્થિતિ કથળવા લાગે છે.

વ્યક્તિની પાચન પ્રક્રિયા નબળી પડવા લાગે છે

સામાન્ય રીતે રાત્રીના સમયમાં શરીરને આરામની જરૂર હોય છે ત્યારે ભોજન કરવામાં આવે અને ત્યારબાદ ઊંઘ લેવાના સંજોગોમાં પાચન પ્રક્રિયા ધીમે-ધીમે બગડવા લાગે છે. કબજિયાત, એસિડીટી, મેદસ્વીતા જેવી સમસ્યાનું સર્જન થાય છે.

બલ્ડ સુગર પર અસર

મોટી રાત્રે ભોજન કરવાને લીધે શરીરની ઈન્સ્યુલિનને લગતી પ્રક્રિયા પર માઠી અસર થાય છે. વધારે પડતા મીઠા અથવા કાર્બોહાઈડ્રેડ હોય તેવા બ્લડ સુગરના લેવલને લીધે લાંબા મય સુધી અસર રહે છે. આ સંજોગોમાં વ્યક્તિના મેટાબોલિઝમને લઈ સમસ્યા સર્જાય છે.

વજન અને મેદસ્વીતા વધી શકે છે

રાત્રીના સમયે મોડેથી ભોજન લેવાને લીધે પાચન ક્રિયાની ભારે તકલીફ સર્જાય છે અને શરીરમાં કેલરીના ઉપયોગને લઈ વધારે સમય મળતો નથી. વધારાની કેલરી છેવટે ફેટ એટલે કે ચરબીનું સ્વરૂપ ધારણ કરે છે અને વજન તથા મેદસ્વીતામાં વધારો થઈ શકે છે.

ઊંઘને લગતી સમસ્યા વધવા લાગે છે

મોડેથી ભોજન કરવાને લીધે પેટ સંબંધિત સમસ્યા વધવા લાગે છે. એકંદરે ગુણવત્તાયુક્ત ઊંઘની ઉણપ સર્જાય છે અને શરીર રિલેક્સ થઈ શકતુ નથી. સતત ઊંઘમાં અડચણ આવે છે.