Mawa Modak Recipe: ગણેશ ઉત્સવ દરમિયાન ખાસ ઘરે જ બનાવો માવાના મોદક, જાણો તેને બનાવવાની સરળ રેસીપી

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 09 Sep 2024 12:10 PM (IST)Updated: Mon, 09 Sep 2024 12:10 PM (IST)
steps-to-make-mawa-modak-recipe-for-ganesh-chaturthi-2024

Mawa Modak Recipe, Ganesh Chaturthi 2024: આ વર્ષે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2024) નો પવિત્ર તહેવાર 7 સપ્ટેમ્બર 2024ના ​​રોજથી દેશભરમાં શરૂ થઈ ગયો છે. 17 સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દશી સુધી ભગવાન શ્રી ગણેશ ભક્તોના ઘરોમાં અને પંડાલોમાં વિરાજમાન રહેશે. અનંત ચતુર્દશીના રોજ ગણેશ વિસર્જન છે.

ગણેશ ઉત્સવ દરમિયાન ભક્તો ભગવાન શ્રી ગણેશને તેમના મનપંસદ મોદકનો ભોગ ચઢાવતા હોય છે. લોકો વિવિધ પ્રકારના મોદક બનાવીને બાપ્પાને અર્પણ કરે છે. ત્યારે જો તમે પણ ગણપતિજીને મોદકનો પ્રસાદ ચઢાવવા માંગો છો તો આજે અમે તમને માવાના મોદક બનાવવાની સરળ રેસીપી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

માવાના મોદક બનાવવા માટેની સામગ્રી

  • 400 ગ્રામ માવો
  • 1/4 કપ ખાંડ
  • 1/4 ચમચી લીલી એલચી પાવડર
  • એક ચપટી કેસર

માવાના મોદક બનાવવાની રીત

  • સૌપ્રથમ એક પેન લઈને તેને ગરમ કરી લો.
  • હવે તેમાં માવો અને ખાંડ ઉમેરીને બંનેને બરાબર મિક્સ કરી લો.
  • બંને બરાબર ઓગળી જાય એટલે તેમાં કેસર ઉમેરી દો.
  • હવે તેને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.
  • આ પછી તેમાં લીલી ઈલાયચી એલચી નાખીને થોડીવાર હલાવો.
  • હવે ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો.
  • હવે તેને મોદકના મોલ્ડમાં મુકીને મોદકનો આકાર આપો.
  • તૈયાર છે માવાના મોદક.
  • હવે તેને બાપ્પાને અર્પણ કરો.