Atta Modak Recipe: બાપ્પાને પ્રસન્ન કરવા માટે પ્રસાદમાં બનાવો તેમના મનપંસદ મોદક, જાણો સરળ રેસીપી

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 05 Sep 2024 10:31 AM (IST)Updated: Thu, 05 Sep 2024 10:31 AM (IST)
instant-atta-modak-recipe-for-ganesh-chaturthi

Instant Atta Modak Recipe: આગામી 7 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2024) નો તહેવાર છે. ત્યારે દસ દિવસ સુધી ભગવાન શ્રી ગણેશ તેમના ભક્તો સાથે રહેશે. આ દરમિયાન ભક્તો ગણપતિ બાપ્પાની સેવામાં વ્યસ્ત થઈ જાય છે. ભક્તો બાપ્પા માટે તેમની પસંદગીની વસ્તુઓ તૈયાર કરે છે. આમાંથી એક મોદક છે. માનવામાં આવે છે કે ગણપતિજીને મોદક ખૂબ જ પ્રિય છે અને તેના વિના તેમની પૂજા અધૂરી માનવામાં આવે છે.

આજે અમે તમને લોટના મોદકની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે. જેને જાણીતા શેફ અજય ચોપરાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તેમણે કહ્યું છે કે, તેને બાફીને કે તળીને બંને રીતે બનાવી શકાય છે.

ઘઉંના લોટના મોદક Recipe Card

ઘઉંના લોટથી સ્વાદિષ્ટ મોદક બનાવીને બાપ્પાને અર્પણ કરો.

  • કુલ સમય: 60 મિનિટ
  • તૈયારીનો સમય: 10 મિનિટ
  • રસોઈનો સમય: 50 મિનિટ
  • કેટલા લોકો માટે: 6
  • કેલરી: 125

ઘઉંના લોટના મોદક બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ લોટ
  • 2 ચમચી ઘી
  • એક ચપટી મીઠું
  • જરૂર મુજબ પાણી
  • 1 ચમચી ઘી (સ્ટફિંગ માટે)
  • 1 ચમચી કાજુ
  • 1 ચમચી કિસમિસ
  • 1 ચમચી ખસખસ
  • 2 કપ છીણેલું નારિયેળ
  • 1 કપ ગોળ
  • એલચી પાવડર
  • તળવા માટે તેલ

ઘઉંના લોટના મોદક બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, એક ચપટી મીઠું અને ઘી નાખીને બરાબર મિક્સ કરી લો.
  • તેને હથેળીઓથી સારી રીતે ઘસી લો, જેથી તે બ્રેડક્રમ્સ જેવું લાગવા લાગે.
  • તેમાં થોડું પાણી ઉમેરીને સરસ મુલાયમ અને ચુસ્ત લોટ બાંધી લો.
  • તેને ભીના કપડાથી ઢાંકીને 5-10 મિનિટ માટે રહેવા દો.
  • હવે એક પેન ગરમ કરીને તેમાં થોડું ઘી ઉમેરો અને તેમાં કાજુ અને કિસમિસ ઉમેરીને થોડી સેકેંડ માટે ફ્રાય કરો.
  • તેમાં છીણેલું નાળિયેર ઉમેરીને થોડી સેકેંડ માટે સાંતળો.
  • હવે તેમાં ખસખસ ઉમેરીને હલાવો અને છેલ્લે બારીક સમારેલો ગોળ ઉમેરો અને ગોળ ઓગળે ત્યાં સુધી મિક્સ કરો.
  • આંચ બંધ કરીને તેને ઠંડુ થવા દો.
  • ઢાંકેલા લોટને ફરી એકવાર 20 સેકન્ડ માટે ભેળવી દો અને નાના બોલ બનાનીને તેને ફ્લેટ શીટની જેમ રોલ કરો.
  • રાઉન્ડ કટરનો ઉપયોગ કરીને નાના-નાના સર્કલ બનાવી લો.
  • આ મોદક માટે બેઝ તરીકે કામ કરશે.
  • હવે તેના પર સ્ટફિંગ ભરીને તેને કિનારીથી ઉપરની તરફ લાવીને બંધ કરો.
  • તમારી આંગળીઓની મદદથી મોદકને બંધ કરો.
  • મોદક તૈયાર છે.
  • તમે તેને તમારી પસંદગી મુજબ ફ્રાય અથવા સ્ટીમ કરી શકો છો.
  • જો મોદકને સ્ટીમ કરવા માંગો છો, તો તેના માટે સ્ટીમરને અગાઉથી સ્ટીમ કરો.
  • આ પછી તેમાં મોદક રાખીને તેને 10-12 મિનિટ સુધી સ્ટીમ કરો.
  • તળવા માટે એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં એક પછી એક મોદક ઉમેરીને તળી લો.
  • તળેલા અને બાફેલા બંને મોદક પર ઘી લગાવો જેથી તે ચમકદાર બને.
  • આ મોદકને એક સુંદર થાળીમાં મૂકીને ભગવાન શ્રી ગણેશને અર્પણ કરો.