Farali Samosa Recipe: નવરાત્રીનો ઉપવાસ છે? તો આ સરળ રેસિપીથી બનાવો ફરાળી સમોસા

By: Hariom SharmaEdited By:Hariom SharmaPublish Date: Thu, 19 Oct 2023 05:00 AM (IST)Updated: Thu, 19 Oct 2023 04:46 PM (IST)
recipe-fasting-on-navratri-so-make-farali-samosa-with-this-easy-recipe

Farali Samosa Recipe For Navrati Fasting: નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. નવ દિવસના આ તહેવારમાં ભક્તો માતાજીની પૂજા કરે છે અને ઉપવાસ રાખે છે. આ ઉપવાસ દરમિયાન લોકો ફરાર કરે છે. જેમાં બટાકા, દહીં, ફળો, ફરાળી લોટમાંથી બનેલી વસ્તુઓ ખાય છે. પરંતુ 9 દિવસ સુધી ઉપવાસ દરમિયાન લોકો એક જ પ્રકારની વાનગી ખાઈને કંટાળી જાય છે. આવી સ્થિતિમાં આ નવરાત્રીમાં દરરોજ એક ખાસ ફરાળી ડીશ બનાવો. માતાજીને ભોગ ચઢાવ્યા બાદ તેનું સેવન કરો. ત્યારે આજે અમે તમારા માટે ફરાળી સમોસાની રેસીપી લઇને આવ્યા છીએ. ચાલો તો ફટાફટ નોંધી લો ફરાળી સમોસા બનાવવાની રેસીપી…

ફરાળી સમોસા બનાવવા માટે સામગ્રી
એક કપ મોરૈયાનો લોટ, ત્રણ બટાકા, બે ટીસ્પૂન તેલ, પા ટીસ્પૂન જીરું, ચાર નંગ લીલા મરચા, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, એક ટીસ્પૂન લીંબુનો રસ, એક ટીસ્પૂન ખાંડ, સિંધવ મીઠું સ્વાદ અનુસાર

ફરાળી સમોસા બનાવવાની રીત
સૌપ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં જીરુંનો વઘાર કરો. ત્યારબાદ તેમાં લીલા મરચા નાખી બટાકાની છીણ વઘારી લો. હવે તેમાં સિંધવ નાખી હલાવી ઢાંકીને ચઢવા દો.

ચઢી જાય એટલે તેમાં લાલ મરચું પાવડર, લીંબુનો રસ અને ખાંડ નાંખી ખાંડનું પાણી બળી જાય એટલે નીચે ઉતારી લો.

મોરૈયાના લોટના લુઆ કરી તેમાંથી રોટલી વણી લો. અટામણ માટે મોરૈયાનો લોટ લો. રોટલી બહુ પાતળી ન વણો. રોટલીના બે પીસ કરી બન્નેમાં સ્ટફિંગ ભરી સમોસા બનાવી લો. કિનારી પર પાણી લગાવો.

આવી જ રીતે બીજા બધા સમોસા ભરી લો. હવે એક કડાઈમાં તેલ નાખીને ગરમ કરો, તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આ સમોસા નાખીને તળી લો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.