Rasmalai Recipe: માત્ર મિલ્ક પાવડરથી ઘરે જ બનાવો સૉફ્ટ અને સ્વાદિષ્ટ રસમલાઈ, આ રેસિપી 15 મિનિટમાં થઈ જશે રેડી

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 18 Jun 2024 08:21 AM (IST)Updated: Tue 18 Jun 2024 08:21 AM (IST)
rasmalai-recipe-with-milk-powder-347961

Rasmalai Recipe: ઘરે રસમલાઈ બનાવવી ઘણા લોકોને મુશ્કેલ લાગે છે પરંતુ તે એટલી મુશ્કેલ નથી. દૂધના પાવડરની મદદથી તેને સરળતાથી જ ઘરે બનાવી શકાય છે. ચાલો જાણીએ 15થી 20 મિનિટમાં એકથી બે લોકો માટે રસમલાઈ કેવી રીતે બનાવી તેના વિશે…

સામગ્રી

  • 2 કપ દૂધ
  • 1 ટેબલસ્પૂન ઘી
  • 4 ટેબલસ્પૂન ખાંડ
  • 1 ચમચી કેસર
  • 1/2 કપ મિક્સ ડ્રાયફ્રૂટ્સ
  • 1/4 ટેબલસ્પૂન એલાઇચી પાઉડર
  • દૂધ પાવડર

બનાવવાની રીત

  • સૌથી પહેલા એક કપ દૂધને ઉકાળવા માટે ગેસ પર રાખી દો.
  • જ્યારે દૂધ ઉકળવા લાગે તો તેમાં એલાઇચી પાઉડર અને કેસર નાખો.
  • જ્યારે દૂધ ઘાટુ થવા લાગે ત્યારે તેમાં ખાંડ નાખો.
  • ત્યારબાદ ડ્રાયફ્રૂટ્સ નાખીને તેને બે મિનિટ સુધી ઉકળવા દો અને પછી ગેસ બંધ કરી નાખો.
  • હવે એક કપ દૂધને મીડિયમ આંચ પર રાખો. તેમાં દૂધનો પાઉડર અને ખાંડ નાખો.
  • જ્યારે દૂધ ઘાટું થવા લાગે ત્યારે તેમાં ઘી નાખો.
  • ત્યારબાદ ગેસ બંધ કરી દો. હવે હથેળી પર ઘી લગાવી આ મિશ્રણને હાથમાં લો એને તેની રસમલાઈની જેમ ગોળ ગોળ શેપ આપી દો.
  • આ ગોળી પર રબડીવાળું મિશ્રણ નાખો. તો તૈયાર છે રસમલાઈ.