Rajgira Sheera: રાજગરાનો શીરો બનાવવાની રેસિપી

રાજગરાનો શીરો બનાવવાની રીત: રાજગરાનો શીરો કેવી રીતે બનાવવો તેની રેસિપી ગુજરાતી જાગરણ આજે અહીં તમને જણાવશે.

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Sun 07 Sep 2025 07:08 PM (IST)Updated: Sun 07 Sep 2025 07:09 PM (IST)
rajgira-atta-sheera-recipe-in-gujarati-rajgira-halwa-599083

Rajgira Sheera Recipe In Gujarati (Rajgira Halwa) | રાજગરાનો શીરો બનાવવાની રીત: રાજગરાનો શીરો કેવી રીતે બનાવવો તેની રેસિપી ગુજરાતી જાગરણ આજે અહીં તમને જણાવશે. આ રાજગરાનો શીરો તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. તો ચાલો બનાવીએ રાજગરાનો શીરો.

રાજગરાના શીરાની સામગ્રી:

  • દેશી ઘી: જરૂર મુજબ
  • રાજગરાનો ફરાળી લોટ: 1 નાની વાટકી
  • ખાંડ: અડધી વાટકી (જે વાટકીથી લોટ લીધો હોય તે જ માપ)
  • કાજુ, બદામ, અને પિસ્તા: નાના ટુકડા કરેલા
  • પાણી: અડધાથી પોણો ગ્લાસ
  • એલચીનો પાવડર: 1/4 ટી સ્પૂન

રાજગરાના શીરાને બનાવવાની રીત:

  • સૌ પ્રથમ, ગેસ પર એક નાની કડાઈ ગરમ કરવા મૂકો અને તેમાં બે ચમચી દેશી ઘી ઉમેરો.
  • ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ, બદામ અને પિસ્તાના ટુકડા ઉમેરીને તળી લો. આમ કરવાથી શીરામાં ડ્રાયફ્રૂટ ક્રંચી લાગશે. તળાઈ જાય એટલે તેને બહાર કાઢીને બાજુ પર રાખો.
  • હવે તે જ ઘીમાં એક નાની વાટકી રાજગરાનો લોટ ઉમેરો. જો ઘી ઓછું લાગે તો અડધી ચમચી જેટલું ઘી ઉપરથી ઉમેરી શકો છો.
  • લોટને બરાબર શેકો. જ્યાં સુધી લોટ શેકાઈને હલકો ન થઈ જાય અને તેનો રંગ થોડો બદલાઈ ન જાય ત્યાં સુધી તેને શેકતા રહો.
  • લોટ શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દો અથવા કડાઈને ગેસ પરથી નીચે ઉતારી લો.
  • એક અલગ તપેલીમાં અડધાથી પોણો ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો.
  • શેકેલા લોટવાળી કડાઈને ફરી ગેસ પર મૂકીને તેમાં ધીમે ધીમે ગરમ પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરો. ગરમ પાણી ઉમેરવાથી શીરો ઝડપથી બની જાય છે.
  • મિશ્રણ બરાબર ભળી જાય પછી તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરો (અહીં લોટના માપથી અડધી વાટકી ખાંડ ઉમેરવામાં આવી છે) અને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો.
  • ત્યારબાદ તેમાં 1/4 ટી સ્પૂન એલચીનો પાવડર અને તળીને રાખેલા ડ્રાયફ્રૂટ ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો.
  • જ્યારે શીરામાંથી ઘી છૂટું પડવા લાગે, ત્યારે સમજવું કે શીરો તૈયાર છે. ગેસ બંધ કરી દો.
  • ગરમાગરમ ફરાળી રાજગરાનો શીરો સર્વ કરવા માટે તૈયાર છે.