Palak Pakoda Recipe: પહેલા વરસાદમાં બનાવજો પાલકના ભજીયા, નોંધી લો રેસીપી

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Fri, 31 May 2024 05:51 AM (IST)Updated: Fri, 31 May 2024 08:45 AM (IST)
palak-pakoda-recipe-in-gujarati-how-to-make-palak-na-bhajiya

Palak Bhajiya Recipe: ભજીયા તો બધાને ભાવે. પરંતુ આજે આપણે જાણીશું કે પાલકના ભજીયા કેવી રીતે બનાવવા. આ ભજીયા વરસાદની સિઝનમાં ખાવાની બહુ મજા આવે છે. હવે વરસાદને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે પહેલા વરસાદમાં જરૂર બનાવજો આ પાલકના ભજીયા. પાલક હેલ્થની દ્રષ્ટિએ પણ લાભદાયી છે.

પાલકના ભજીયા બનાવવાની રેસિપી

  • પાલક
  • મીઠું
  • બટાકું
  • લીલા મરચા
  • ચોખાનો લોટ
  • કોથમરી
  • ચોખાનો લોટ
  • કોથમરી
  • ચિલી ફ્લેક્સ
  • અજમો
  • ગરમ મસાલો
  • સફેદ તલ
  • લીંબુનો રસ

પાલકના ભજીયા બનાવવાની રીત

  • પાલકને ધોઈને બારીક સમારી લો. પછી તેમા સ્વાદ મુજબ મીઠું ઉમેરી પાંચ મિનિટ માટે રહેવા દો.
  • હવે તેમા બેનાના બટાકા ખમણી લો, સાથે લીલા મરચાનું કટિંગ, બે ચમચી ચોખાનો લોટ, ચાર ચમચી ચણાનો લોટ,સમારેલી કોથમરી, ચિલી ફ્લેક્સ, અજમો, ગરમ મસાલો, સફેદ તલ, લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. આ લોટમાં પાણી ઉમેરવાની જરૂ નહીં પડે.
  • તેલ ગરમ કરી પાલકના ભજીયા તળી લો. તો તૈયાર છે તમારા પાલકના ભજીયા.