Bhajiya Recipe: આજે ટ્રાય કરો નવા જ પ્રકારના ટેસ્ટી ભજીયા, ખાઈને મજા પડી જશે

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Sat, 24 Feb 2024 02:59 PM (IST)Updated: Sat, 24 Feb 2024 02:59 PM (IST)
khichdi-na-bhajiya-recipe-unique-pakora-recipe

Khichdi Na Bhajiya Recipe: ફટાફટ બનતી કોઈ વાનગી હોય તો તે ખીચડી તો છે પરંતુ તમે ક્યારેય ખીચડીના ભજીયા ટ્રાય કર્યા છે. તો આજે ગુજરાતી જાગરણ તમને ખીચડીના એકદમ ટેસ્ટી ભજીયા કેવી રીતે બનાવવા તેની રેસિપી અહીં જણાવશે.

આજે ખીચડીના ભજીયા બનાવવાની સામગ્રી

  • ચણાનો લોટ
  • ખીચડી બનાવેલી
  • લીલા મરચા સમારેલા
  • કોથમરી સુધારેલી
  • સમારેલી ડુંગળી
  • મીઠું
  • ખાવાનો સોડા
  • તેલ

ખીચડીના ભજીયા બનાવવાની રીત

  • મોટી તપેલીમાં ખીચડી ઉમેરો, તેમા લીલા મરચા, ડુંગળી, કોથમરી, મીઠું ઉમેરી બધુ ચમચીની મદદથી મિક્સ કરો.
  • પછી તેમા ચણાનો લોટ ઉમેરો. પછી તેમા ખાવાનો સોડા અને થોડું પાણી ઉમેરી મિક્સ કરો. આ લોટને જાડો રાખવાનો.
  • પછી તેલ ગરમ મૂકી આ ભજીયા પાડી લેવાના. ગોલ્ડન બ્રાઉન થાય એટલે બહાર નિકાળી દો.
  • તો તૈયાર છે તમારા ખીચડીના ભજીયા. (તસવીર સૌજન્ય પ્રિન્ટરેસ્ટ)