Recipe: શિયાળામાં ડુંગળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. શિયાળામાં ડુંગળીનું શાક ખાવાથી શરીરમાં ગરમી અનુભવાય થાય છે. સાથે જ શિયાળામાં ડુંગળીનું શાક ખાવાથી બીજા પણ ઘણા લાભ થાય છે. એટલું જ નહીં આ શાકને બનાવવું ખૂબ જ સરળ છે અને તે એક સ્વાદથી ભરપૂર રેસિપી છે. આ રેસિપીની સૌથી મોટી વાત એ છે કે તેમાં ડુંગળી સિવાય અન્ય કોઈ શાકભાજીની જરૂર પણ પડતી નથી. ઘણી વખત એવું બને છે કે ઘરમાં બનાવવા માટે કોઈ શાક હોતું નથી. આવી સ્થિતિમાં પણ ડુંગળીનું શાક બનાવી શકાય છે. તે તરત જ તૈયાર થઈ જાય છે. તમે ઘરે જ અમારા દ્વારા જણાવવામાં આવેલી રેસિપીની મદદથી તેને સરળતાથી બનાવી શકો છો.
ડુંગળીનું શાક બનાવવા માટે સામગ્રી
ડુંગળી, દહીં, પાણી, ધાણાજીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, મીઠું, ઘી, જીરું, આદુ, લસણ, લીલા મરચાં,
કેવી રીતે બનાવવું ડુંગળીનું શાક
આ શાકને બનાવવા માટે દહીં અને પાણીને મિક્સ કરીને શરૂઆત કરો. જ્યાં સુધી કે તે એકસાથે ભળી ન જાય ત્યાં સુધી મિક્સ કરો. દહીંના મિશ્રણમાં ધાણાજીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરો.
કડાઈને ગેસ પર રાખી ગરમ કરો. ત્યારબાદ તેમાં ઘી નાખીને ગરમ કરો. ઘીમાં જીરાને તળી લો, તેમાં આદુ, લસણ, લીલા મરચાં નાખીને એક મિનિટ સુધી હલાવો.
હવે કડાઈમાં ડુંગળી નાખો, તમે તેને કાપી શકો છો અથવા આખી ડુંગળી ઉમેરી શકો છો ડુંગળીને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી કે ડુંગળી બ્રાઉન ન થઈ જાય.
હવે આમાં દહીંનું મિશ્રણ નાખો અને ફ્લેમને મીડિયમ આંચ પર કરી દો. ડુંગળીને ત્યાં સુધી પકાવો દો જ્યાં સુધી તે નરમ ન થઈ જાય. તમારું ડુંગળીનું શાક બનીને તૈયાર છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.