New Year Recipe: નવા વર્ષમાં હવે ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ક્રિસ્પી કૉર્ન ચાટ, ખૂબ જ સરળ છે રેસિપી

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 31 Dec 2023 03:30 AM (IST)Updated: Sun 31 Dec 2023 03:30 AM (IST)
new-year-recipe-sweet-and-crispy-corn-chaat-258366

New Year Recipe: ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં 31 ડિસેમ્બરની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. વર્ષના છેલ્લા દિવસ લોકો પાર્ટી કરે છે અને ખૂબ જ મજા મસ્તી કરે છે. આ દિવસે લોકો પોતાના ઘરે પાર્ટીનું આયોજન કરે છે. પાર્ટીનું આયોજન કરતી વખતે સૌથી વધારે આ વાત પર વિચાર કરવામાં આવે છે કે મહેમાનોને નાસ્તામાં શું પીરસવામાં આવે. આવી સ્થિતિમાં અમે તમને એક જોરદાર મસાલેદાર રેસિપી જાણાવવા જઈ રહ્યા છીએ. જેને તમે ઘરે સરળતાની બનાવી શકો છો અને તમારા ઘરે આવેલા મહેમાનોને સર્વ કરી શકો છે. આ રેસિપી બાળકોથી લઈને મોટેરાઓેને ખૂબ પસંદ આવશે. તો જાણીએ ક્રિસ્પી કોર્ન ચાર્ટ બનાવવાની રેસિપી…

ક્રિસ્પી કોર્ન ચાટ બનાવવા માટેની સામગ્રી
મકાઈ - 2 કપ
મકાઈનો લોટ - 2 ચમચી
ચાટ મસાલો - 1 ચમચી
મીઠું - સ્વાદ મુજબ
લાલ મરચું પાવડર – 1/2 ચમચી
આમચૂર પાવડર - 1/2 ચમચી
કોથમીર - 2 ચમચી
લીલું મરચું (સમારેલું) – 1 નાનું
ડુંગળી (ઝીણી સમારેલી) - 1/4 કપ
ટામેટા (સમારેલા) - 1/2 કપ
લીંબુનો રસ - 1 ચમચી

બનાવવાની રીત
ક્રિસ્પી કોર્ન ચાટ બનાવવા માટે સૌથી પહેલા મકાઈને સારી રીતે ધોઈને એક બાઉલમાં થોડી ઉકાળી લો. તેને ઉકાળતી વખતે ધ્યાન રાખો કે તે સાવ ઉકળી ન જાય. ઉકળ્યા પછી મકાઈને એક બાઉલમાં કાઢી લો અને પછી તેમાં થોડો મકાઈનો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

આ પછી એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલમાં આ મકાઈને નાખીને સોનેરી થાય ત્યાં સુધી તળી લો. જ્યારે તે બરાબર તળાઈ જાય ત્યારે તેને એક ટીશ્યુ પેપર પર કાઢી લો, જેથી તેનું વધારાનું તેલ નીકળી જાય.

આ પછી મકાઈને એક બાઉલમાં નાખો અને તેમાં ચાટ મસાલો, મીઠું, લાલ મરચું પાવડર, આમચૂર પાઉડર, કોથમીર, લીલા મરચા, ડુંગળી અને ટામેટા નાખીને બરાબર મિક્સ કરી લો.

બધી વસ્તુઓને બરાબર મિક્સ કર્યા પછી તેમાં ઉપરથી લીંબુનો રસ ઉમેરો. હવે છેલ્લે તેને પ્લેટમાં કાઢીને કોથમીરથી ગાર્નિશ કરો. તમે તેને તમારા મહેમાનોને સર્વ કરી શકો છો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.