Mother's Day Special Cake Recipe: મધર્સ ડે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે. આ દિવસે દરેક બાળક પોતાની માતાને સ્પેશિયલ ફીલ કરાવે છે. જો તમે આ મધર્સ ડે પર તમારી માતાને સ્પેશિયલ ફીલ કરાવવા માંગો છો તો તમે તેમના માટે ઘરે કેક બનાવી શકો છો. આજે અમે તમને ચોકલેટ કેકની રેસિપી જણાવીશું, જેને ફોલો કરીને તમે ખૂબ જ ઓછા સમયમાં બજાર જેવી સ્વાદિષ્ટ ચોકલેટ કેક બનાવીને મધર્સ ડે પર તમારી માતાને સ્પેશિયલ ફીલ કરાવી શકો છો. તો ચાલો જાણીએ ચોકલેટ કેક બનાવવાની સરળ રીત.
સામગ્રી
- ડ્રાય ફ્રુટ્સ
- વેનીલા એસેન્સ, બેકિંગ પાવડર એક ચમચી
- 2.5 બાઉલ લોટ
- 2 બાઉલ દળેલી ખાંડ
- 2 બાઉલ મિલ્ક પાવડર
- 2.5 ચમચી કોકો પાવડર/ચોકલેટ સીરપ
- 1/2 બાઉલ ઘી, એક કપ દૂધ
બનાવવાની રીત
- કેક બનાવવા માટે સૌથી પહેલા તમારે ઘઉંના લોટને સારી રીતે ચાળી લેવાનો છે.
- ચાળ્યા પછી તેમાં મિલ્ક પાવડર, વેનીલા એસેન્સ, બેકિંગ પાવડર, દળેલી ખાંડ અને ઘી નાખીને બરાબર હલાવી લો.
- હવે તેમાં 2.5 ચમચી કોકો પાવડર અથવા ચોકલેટ સીરપ ઉમેરી દો.
- ગેસ પર કૂકર રાખી દો. હવે તેમાં પાણી ભરી દો.
- હવે એક બેકિંગ પન લો અને તેમાં બટર પેપર લગાવી દો અને થોડો લોટ છાંટો અને પછી બેટરને થોડું થોડું કરીને નાખતા જાઓ અને ડિઝાઇન બનાવી લો.
- હવે આ બેકિગ પેનને કૂકરમાં રાખી દો. 40 મિનિટ પછી કેકને તપાસો.
- જો કેક સારી રીતે બેક થઈ ગઈ હોય તો ગેસ બંધ કરી દો. ધીમે ધીમે કેકને બહાર કાઢી લો.
- જો તમે ઈચ્છો તો ઉપર ચોકલેટ સીરપનું એક લેયર બનાવી શકો છો. કેકને પ્લેટમાં કાઢીને જામ અથવા ચોકલેટથી ડેકોરેટ કરી લો.