Gujarati Mohanthal Recipe: જો તમે બજારમાં મળતી મઠાઈ ઘરે બનાવવા માંગો છો, તો અહીં જણાવેલી રેસિપી ચોક્કસ તમારા માટે ઉપયોગી થઈ શકે છે.
ગુજરાતીઓને મોહનથાળ પસંદ ન હોય તેવું બને નહીં. તેમાય જો લગ્નપ્રસંગ હોય તો એક મીઠાઈ મોહનથાળ હોય જ. ઘણીવાર બજારમાં મળતો મોહનથાળ વધારે દાણેદાર અને સારો લાગતો હોય છે. ઘરે બનાવવાનો પ્રયાસ કરીએ તો તેવો બનતો નથી. આજે ગુજરાતી જાગરણ તમને કંદોઈ જેવો મોહનથાળ ઘરે કઈ રીતે બનાવી શકાય તે જણાવશે.
સામગ્રી
2 કપ ચણાનો લોટ
1 કપ- ઘી
1 કપ દૂધ
1 કપ ખાંડ
1 કપ પાણી
4- એલચી પાવડર
1 કપ ડ્રાય ફ્રૂટ્સ (સમારેલા)
બનાવવાની રીત
મોહનથાલ બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા વાસણમાં 2 કપ ચણાનો લોટ લો અને એક પેનમાં 1 ચમચી ઘી ગરમ કરો.
હવે ચણાના લોટને ધીમી આંચ પર શેકી લો અને ગેસ બંધ કરી દો. પછી તેને એક બાઉલમાં કાઢી લો.
હવે ચણાના લોટમાં દૂધ ઉમેરી બરાબર મિક્સ કરો. તમારા લોટને 20 મિનિટ માટે બાજુ પર રાખો.
પછી પેનમાં અડધો કપ પાણી સાથે 1 કપ ખાંડ ઉમેરો. તેને 10 મિનિટ સુધી ચડવા દો.
જ્યારે તમારી ચાસણી તૈયાર થઈ જાય, ત્યારે તેમાં ચણાનો લોટ ઉમેરો અને એલચી પાવડર, 1 ચમચી ઘી ઉમેરો. પછી તેને ધીમી આંચ પર પકાવો.
હવે આ મિશ્રણને એક ટ્રેમાં મૂકો અને ચમચીની મદદથી ચારેબાજુ લેવલ કરો.
તેને ગાર્નિશ કરવા માટે તમે બદામ, કાજુ અથવા કિસમિસ ઉમેરી શકો છો.
તમારો મોહન તૈયાર છે, જે ઠંડો થયા પછી ને સર્વ કરી શકો છો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.