Recipe: જો તમે મસાલેદાર ખાવાના શોખીન છો તો બનાવો મેથી છોલેનું શાક, શિયાળામાં મજા પડી જશે

By: Manan VayaEdited By: Manan Vaya Publish Date: Mon 01 Jan 2024 07:28 AM (IST)Updated: Mon 01 Jan 2024 07:28 AM (IST)
methi-chole-recipe-if-you-love-spicy-you-must-try-it-in-winter-258779

Methi Chole Recipe: લંચ અથવા ડિનર માટે મેથી છોલે એક બેસ્ટ શાક હોય છે. શિયાળાની ઋતુમાં મેથીની આવક શરૂ થતાં જ મેથી છોલેને પસંદ કરતા લોકોમાં તેની ડિમાન્ડ ઘણી વધી જાય છે. શરીરને એનર્જી આપતું મેથી છોલેનું શાક પાર્ટી, ફંક્શનમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જો ઘરમાં અચાનક કોઈ મહેમાન આવી જાય અને તેમના માટે સ્વાદિષ્ટ શાક બનાવવું હોય તો મેથી છોલે એક બેસ્ટ ઓપ્શન છે.

જો તમે પણ મેથી છોલેનું શાક પસંદ કરો છે, તો તેને નીચે જણાવેલી રેસિપીની મદદથી સરળતાથી બનાવી શકો છો અને તેને બનાવવામાં વધુ સમય પણ લાગતો નથી. આ શાકને બાળકોના લંચ બોક્સમાં પણ રાખી શકાય છે. તો ચાલો જાણીએ મેથી છોલે બનાવવાની સરળ રેસિપી…

સામગ્રી
1 કપ કાબુલી ચણા (8 કલાક પલાળેલા), 2 કપ મેથીના પાન (ધોઈને બારીક સમારેલા), 1 ચમચી ઘી, 1 ચમચી જીરું, 2-3 તમાલપત્ર, 2 બારીક સમારેલી ડુંગળી, 1/2 બારીક સમારેલ લસણ, 1 ઈચ બારીક સમારેલ આદુ, 2-3 બારીક સમારેલા લીલા મરચા, સ્વાદ મુજબ મીઠું, 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ધાણાજીરું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલા પાવડર, 2 બારીક સમારેલા ટામેટાં

બનાવવાની રીત

  • સૌથી પહેલા પલાળેલા છોલે ચણાને એક કૂકરમાં નાખીને 7-8 સીટી થાય ત્યાં પકાવો. ત્યારબાદ બાફેલા ચણાને ગાળીને અલગ રાખી લો.
  • આ પછી એક કડાઈ લો અને તેમાં ઘી નાખીને ગરમ કરો, ત્યારબાદ તેમાં જીરું, તમાલપત્ર, આદુ, લસણ, લીલા મરચા અને ડુંગળીને સાંતળી લો. હવે તેમાં મીઠું, હળદર પાવડર અને ટામેટાં નાખો અને ટામેટાં નરમ થાય ત્યાં સુધી પકાવો.
  • આ પછી મેથીના પાન ઉમેરો અને પછી લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર, ગરમ મસાલા પાવડર ઉમેરો. છેલ્લે બાફેલા ચણા ઉમેરો અને તેને હલાવીને ત્યાં સુધી સાંતળો જ્યાં સુધી બધા મસાલા એક સાથે ન ભળી જાય. તૈયાર છે મેથી છોલેનું શાક.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.