Indian Corn Dishes: શિયાળાની ગુલાબી ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવી મકાઈની 8 નવી ગરમાગરમ વાનગી, ખાતા જ દિલ ખુશ થઈ જશે

કડકડતી ઠંડીમાં ગરમાગરમ નાસ્તો મળી જાય તો મજા પડી જાય. શેકેલી મકાઈઓ ઘણી ખાધી હશે, પરંતુ આ નવી વાનગીઓ ટ્રાય કરો, જે બાળકોથી માંડી મોટેરા સૌ કોઈને ભાવશે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 04 Jan 2026 06:26 PM (IST)Updated: Sun 04 Jan 2026 06:26 PM (IST)
indian-corn-dishes-sweet-corn-health-benefits-in-gujarati-668064
HIGHLIGHTS
  • મકાઈની તાસીર ગરમ હોવાથી, શિયાળામાં ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે

Indian Corn Dishes: શિયાળાના આગમન સાથે મકાઈનો સ્વાદ બમણો થઈ જાય છે. મકાઈ ફક્ત સ્વાદિષ્ટ જ નથી , પરંતુ તે ફાઇબર, વિટામિન સહિત અનેક પોષક તત્વોથી પણ ભરપૂર છે. જો તમે દરરોજ મકાઈ ખાવાથી કંટાળી ગયા છો, તો આ મકાઈથી બનતી આ સરળ અને સ્વાદિષ્ટ વાનગીઓ એક વાર બનાવીને અજમાવી જુઓ

શેકેલી મકાઈ
શિયાળાનો એક ક્લાસિક અને પ્રિય નાસ્તો. ચૂલા અથવા ગેસ પર શેકેલી મકાઈનો ભૂટા પર લીંબુ , મીઠું અને લાલ મરચું ભભરાવો. આવી મકાઈનો સ્વાદ લાજવાબ આવે છે.

મકાઈની ચાટ
બાફેલા મકાઈના દાણાને ઝીણી સમારેલી ડુંગળી , ટામેટાં , લીલા મરચાં , લીંબુનો રસ અને ચાટ મસાલા સાથે મિક્સ કરો. આ ઝડપી ચાટ સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ સારી રહે છે.

સ્વીટ કોર્ન સૂપ
કડકડતી ઠંડી સાંજ માટે આ ગરમાગરમ સ્વીટ કોર્ટ સૂપ એકદમ પરફેક્ટ છે. આ સૂટ શરીરને ગરમ કરે છે અને શરદી અને ફ્લૂથી બચવામાં મદદ કરે છે. બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી દરેકને આવો સૂપ ખૂબ જ ભાવશે.

મકાઈની ટિક્કી
બાફેલી મકાઈ, છુંદેલા બટાકા અને સામાન્ય મસાલાથી બનેલી ક્રિસ્પી ટિક્કી સાંજની ચા સાથે નાસ્તા માટે ઉત્તમ છે. જેને લીલી ચટણી અથવા ટામેટાની ચટણી સાથે પીરસો.

મકાઈ ચીલા અર્થાત મકાઈના પુલ્લા
મકાઈના લોટ અથવા બેસનમાં મકાઈના દાણા, લીલા શાકભાજી અને મસાલા મિક્સ કરીને હેલ્ધી મકાઈ ચીલા બનાવો. ફટાફટ બનતો આ નાસ્તો પણ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ રહે છે.

કોર્ન પુલાવ
બાફેલી મકાઈ, લીલા વટાણા અને સુગંધિત મસાલાઓથી બનેલો પુલાવ સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે અને પેટ પણ ભરે છે. લંચ કે ડિનર માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.

કોર્ન ઉપમા
સોજી, મકાઈ અને શાકભાજીથી બનેલો કોર્ન ઉપમા એક હળવો અને પૌષ્ટિક નાસ્તો છે. શિયાળા દરમિયાન તેને એનર્જી વધારનાર ફૂડ માનવામાં આવે છે.

મકાઈના પકોડા
શિયાળો હોય અને પકોડા ન હોય તો કેવી રીતે શક્ય બને ? મકાઈના દાણા , ચણાનો લોટ અને મસાલામાંથી બનેલા પકોડા ચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.