Suji Halwa Recipe: પ્રસાદમાં હોય છે તેવો રવાનો શીરો બનાવો ઘરે, જાણી લો સરળ રેસીપી

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 04 Mar 2024 12:29 PM (IST)Updated: Mon, 04 Mar 2024 12:39 PM (IST)
how-to-make-tasty-suji-halwa-recipe-at-home-rava-no-shiro-banavani-rit

Suji Halwa Recipe in Gujarati: મોટાભાગના લોકોને સત્યનારાયણની કથામાં આપવામાં આવતો શીરો ઘણો જ સ્વાદિષ્ટ લાગતો હોય છે. ગુજરાતી જાગરણ આજે તમને જણાવશે કે રવાનો આવો જ મીઠો શીરો ઘરે કેવી રીતે બનાવવો. તો નોંધી લો સોજીનો શીરો બનાવવાની રેસીપી.

સોજીનો શીરા બનાવવાની સામગ્રી

  • દેશી ઘી
  • કાજુ
  • બદામ
  • દ્રાક્ષ
  • પિસ્તા
  • સોજી (રવો)
  • ચણાનો લોટ
  • પાણી
  • કેસર
  • ખાંડ
  • ઈલાચી પાવડર
naidunia_image

સોજીનો શીરા બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં ડ્રાયફ્રૂટ્સ શેકી લો.
  • હવે તેમાં રવો અને એક ચમચી ચણાનો લોટ ઉમેરીને તેને મિક્સ કરીને બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  • હવે તેમાં ત્રણ કપ પાણી ઉમેરીને 5 મિનિટ સુધી પકાવીને તેમાં કેસર વાળું પાણી નાખીને મિક્સ કરી લો.
  • હવે તેમાં અડધો કપ ખાંડ નાખીને બરાબર હલાવીને મિક્સ કરી લો.
  • હવે તેમાં શેકેલા ડ્રાય ફ્રૂટ્સ અને કિસમિસ, પિસ્તા, ઈલાયચી પાવડર ઉમેરીને મિક્સ કરી લો.
  • તૈયાર છે રવાનો શીરો, તમે તેને ગરમા ગરમ સર્વ કરી શકો છો.
  • રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.