Rava Idli Recipe: એકદમ સોફ્ટ અને ફૂલેલી રવાની ઇન્સ્ટન્ટ ઈડલી બનાવવાની રેસીપી

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Wed, 21 Feb 2024 06:29 PM (IST)Updated: Wed, 21 Feb 2024 06:29 PM (IST)
instant-rava-idli-recipe-in-gujarati

Rava Idli Recipe In Gujarati: નારિયેળની ચટણી સાથે ગરમ ગરમ ઈડલી ખાવાની મજા જ કંઈક અલગ છે. આજે ગુજરાતી જાગરણ તમને રવા ઈડલી કેવી રીતે બનાવવી તે જણાવશે. તો ચાલો જાણીએ રવા ઈડલી બનાવવાની રેસીપી.

રવા ઈડલી બનાવવાની સામગ્રી

  • ઘી
  • અડદદાળ
  • ચણાદાળ
  • રવો
  • મીઠો લીમડો
  • કાજુ
  • હીંગ
  • કોથમરી
  • દહીં
  • ખાવાનો સોડા
  • તેલ

રવા ઈડલી બનાવવાની રીત

  • એક કઢાઈમાં બે ચમચી ઘી ઉમેરો. પછી તેમા રાઈ, જીરું, એક ચમચી સુકી અડદદાળ, એક ચમચી સુકી ચણાદાળ ઉમેરી મિક્સ કરો.
  • પછી તેમા સમારેલું લીલું મરચું, આદુ, પછી બારિક સમારેલા મીઠા લીમડાના પાન, કાજુના ટુકડા, હીંગ ઉમેરો.
  • પછી એક કપ રવો ઉમેરો અને તેને 3 મિનિટ શેકો. પછી ગેસ બંધ કરી દો.
  • પછી તેમા સમારેલી કોથમરી ઉમેરો. હવે તેમા એક કપ દહીં ઉમેરી મિક્સ કરો. પછી 10 મિનિટ બાજુમાં રાખી દો.
  • હવે ઈડલીના ઢોકળીયામાં પાણી ગરમ કરો. પછી ઈડલીમા મોલ્ડમાં તેલ લગાવો.
  • 10 મિનિટ પછી ઈડલીના બેટરમાં પાણી અને ખાવાનો સોડા ઉમેરી થોડું પતલું ખીરું બનાવો.
  • અને ઈડલી મોલ્ડમાં ખીરું મૂકી ઢોકળીયામાં 10 મિનિટ પાકવા દો.
  • પછી બહાર નિકાલી ઈડલી ઠંડી થાય પછી બહાર નિકળો.
  • તો તૈયાર છે તમારી એકદમ સોફ્ટ અને ફૂલેલી રવાની ઇન્સ્ટન્ટ ઈડલી. (તસવીર સૌજન્ય પ્રિન્ટરેસ્ટ).