Suji Ka Halwa Recipe: શિયાળામાં હલવો ખાવાનો આનંદ જ અલગ હોય છે. મોટાભાગના લોકોને શિયાળામાં સોજીની હલવો ખાવાનું પસંદ હોય છે. જો કે, હલવો કેવી રીતે બનાવવામાં આવે છે તેના પર તેનો સ્વાદ નિર્ભર કરે છે. કેટલાકા લોકો શુષ્ક તો કેટલાક ભીનો હલવો બનાવવાનું પસંદ કરે છે. ત્યારે જાણો સિમ્પલ સોજીનો હલવો બનાવવાની સરળ રેસિપી.
હલવો બનાવવાની તૈયારી
સોજી બે પ્રકારની આવે છે પાતળી અને જાડી. પસંદગી પ્રમાણે યોગ્ય સોજી પસંદ કરવી.
સોજીને ગાળી લો. જેથી કાંકરા અથવા ગંદરી ન આવે. તેમજ ગાંઠ પણ નહીં બને.
આ પણ વાંચો
સોજીનો હલવો બનાવવા માટેની સામગ્રી
- 1 કપ સોજી
- 2.5 કપ પાણી
- 3 ચમચી ઘી
- 1/4 કપ ગોળ
- 1 મોટી ચમચી કિસમિસ અને બદામ
સોજીનો હલવો બનાવવાની રીત
- સોજીને ગાળીને અલગ કરી લો.
- એક પેનને ગરમ કરીને તેમાં 2 ચમચી ઘી નાખો.
- તેમાં સોજી ઉમેરીને મધ્યમથી ધીમી આંચ પર સારી રીતે તળો.
- અન્ય એક પેનમાં 2 કપ પાણી ગરમ કરો.
- સોજીમાંથી સુગંધ આવવા લાગે અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેમાં ગોળ ઉમેરીને મિક્સ કરી લો.
- ત્યારબાદ તેમાં ધીમે ધીમે પાણી ઉમેરીને મિક્સ કરો.
- તેને 3-4 મિનિટ પકાવીને ઘી ઉમેરીને મિક્સ કરી લો.
- છેલ્લે ઝીણી સમારેલી બદામ અને કિસમિસ નાખી સર્વ કરો.
Image Credit: Freepik
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
