Bhakarwadi Recipe: દિવાળીના આગમન સાથે જ મોટા ભાગના ઘરોમાં જાત-ભાતના ફરસાણ આવતા હોય છે. તેમાની એક વાનગી એટલે ભાખરવડી. આજે ઘરે ભાખરવડી કેવી રીતે બનાવવી તેની રેસિપી ગુજરાતી જાગરણ અહીં જણાવશે.
ભાખરવડી બનાવવાની સામગ્રી (How To Make Bhakarwadi)
- ઘઉંનો લોટ,
- મેંદો,
- બેસન,
- મીઠું,
- હળદર,
- લીલા કોપરાનું છીણ,
- સૂકા કોપરાનું ખમણ,
- શીંગદાણા,
- તલ,
- વરીયાળી,
- ખસખસ,
- ખાંડ,
- લાલ મરચું પાઉડર,
- ગરમ મસાલો,
- લીંબુનો રસ,
- લીલા મરચાં,
- લસણ,
- આદું.
ભાખરવડી બનાવવાની રીત (Bhakarwadi Recipe in Gujarati)
- સૌ પ્રથમ એક પેનમાં તલ, વરિયાળી, ખસખસ, શીંગદાણાને હળવા શેકી મિક્સર જારમાં નાખીને પીસી લો.
- હવે તે જ પેનમાં બેસનને શેકી એક બાઉલમાં કાઢી તેમાં લાલ મરચું પાઉડર, મીઠું, ગરમ મસાલો ઉમેરીને મિક્સ કરી લો.
- હવે કોપરાનું છીણ અને ખમણ, બેસન, આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લો.
- હવે તેમાં દળેલી ખાંડ, લીંબુનો રસ, આખા તલ વગેરે સામગ્રી મિક્સ કરી સ્ટફિંગ રેડી કરો.
- હવે તેમાં મેંદો, થોડું પાણી એડ કરી કઠણ લોટ બાંધી તેમાંથી લૂઆ લઈ રોટલી વણી તેમાં સ્ટફિંગ પાથરી રોલ કરી લો.
- હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી બધી ભાખરવડીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે ભાખરવડીની રેસીપી, દિવાળી પર ઘરે આવતા મહેમાનોને તમે પીરસી શકો છો.