Paneer Banavani Rit: પનીરનું શાક મોટા ભાગના લોકોનું પ્રિય હોય છે. પરંતુ આજકાલ લોકો ભેળસેળ પ્રત્યે પણ ભારે સભાન થઈ ગયા છે. ક્યાંક પનીર બનાવટી તો નહીં હોયને તે ડરથી ઘણા બહાર પનીરનું શાક ખાવાનું ટાળતા હોય છે. આજે પનીરને ઘરે ( Homemade Paneer) સરળતાતી કેવી રીતે બનાવવું તે ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
પનીર બનાવવાની સામગ્રી
- દૂધ બે લીટર
- લીંબુનો રસ ત્રણ ચમચી
પનીર બનાવવાની રીત
આ પણ વાંચો
- મોટી તપેલીમાં બે લીટર દૂધ લઈ ઉકાળો.
- દૂધને ચમચાની મદદથી હલાવતા રહેવાનું. ઉફાણો આવી જાય એટલે તેમા લીંબુનો રસ ઉમેરવાનો.
- લીંબુનો રસ ઉમેર્યા પછી દૂધ હલાવતા રહેવાનું, દૂધ ધીમે ધીમે ફાટવા લાગશે.
- હવે ભાતીયા કે જારીવાળા વાસણમાં કોટનનું કપડું પાથરી દેવું. પછી આ દૂધ તેના પર રેડી દેવું.
- બધુ પાણી નીતારી લેવાનું. પછી તેના પર ઠંડુ પાણી રેડી દેવાનું એટલે ખટાસ નીકળી જશે. પછી તમામ પાણી નિતારી લેવાનું. પછી પોટલી બાંધી દેવાની.
- પછી આ પોટલીને ઉંધી કરી તેના પર વજનવાળી પાટલી કે કોઈ બીજી વસ્તુ રાખી અડધો કલાક રહેવા દેવું.
- હવે પોટલી ખોલીને પનીરને પ્લેટમાં લઈ લો અને ચપ્પાથી તેના ટૂકડા કરી લો. તો તૈયાર છે તમારું પનીર.