Kathiyawadi Dahi Tikhari Recipe: જમવામાં વધારેલું દહીં ઘણા લોકોને પસંદ હોય છે. દહી ખાવાનો સ્વાદ વધારે છે. ત્યારે તેની અલગ જ વાનગી ઘણા ઘરોમાં જોવા મળે છે. આ વધારેલા દહીનીં રેસીપી આજે ગુજરાતી જાગરણ તમને જણાવશે. તે ઘણા દહીં તીખારી પણ કહે છે. તો ચાલો જાણીએ દહીં તીખારીની રેસીપી.
વધારેલું દહીં કે દહીં તીખારી બનાવવાની સામગ્રી
- એક કપ દહીં
- હળદર
- ધાણાજીરું
- લસણ
- લાલ મરચું
- કોથમરી
- મીઠું
- તેલ
- હીંગ
વધારેલું દહીં કે દહીં તીખારી બનાવવાની રીત
- સૌથી પહેલા લસણની કળીઓ અને લાલ મરચાને ખાંડી પેસ્ટ બનાવી લેવી.
- પછી કઢાઈમાં તેલ મૂકી લસણની પેસ્ટ ત્રણ મિનિટ સાતળી લો.
- પછી હીંગ, હળદર, મીઠું, ધાણાજીરું ઉમેરો.
- ગેસ બંધ કરી તેમા દહીં ઉમેરી અને બરાબર મિક્સ કરો.
- હવે કોથમરી ઉમેરો. તૈયાર છે તમારું વધારેલું દહીં. (તસવીર સૌજન્ય પ્રિન્ટરેસ્ટ)
