Pani Puri Water Recipe In Gujarati: પાણીપુરી તો કોને ન ભાવતી હોય. તેમાય લારી પર મળતી પાણીપુરી જો ઘરે બને તો. આજે ગુજરાતી જાગરણ તમને લારી પર મળતી પાણી પુરી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી જણાવશે.
પાણીપુરીની પુરી બનાવવાની સામગ્રી
- બે વાટકા રવો
- બે ચમચી મેંદો
- મીઠું
- ગરમ પાણી
- તેલ
પાણીપુરીની પુરી બનાવવાની રીત
- મોટી તપેલીમાં રવો, મેંદો, મીઠું ઉમેરી પાણીની મદદથી લોટ બાંધી લો. પછી તેલની બરાબર મિક્સ કરી દો.
- પછી 20 મિનિટ કોટન કપડાથી ઢાંકી દો.
- પછી તળવા માટે તેલ મૂકી પછી મોટી રોટલીની જેમ વણી એક નાની વાટકીથી પુરી પાડી તેને તળી લો.
પાણીપુરીનું પાણી બનાવવાની સામગ્રી
- આંબલી પલાળેલી
- ગોળ
- ફૂદીનો
- કોથમરી
- આદુ
- મરચા લીલા
- લીલું લસણ
- સુકુ લસણ
- સંચલ
- ચાટ મલાસો
- મીઠું
પાણીપુરીનું પાણી બનાવવાની રીત
- ખાટા મીઠા પાણી માટે તપેલીમાં પલાળેલી આંબલીનું પાણી ગાળી લો અને બી અલગ કરી દો.
પછી થોડું પાણી ઉમેરો, હવે તેમા તમારા ટેસ્ટ પ્રમાણે ગોળ ઉમેરી મિક્સ કરો. પછી થોડું સંચળ, ચાટ મસાલો, મીઠું ઉમેરી મિક્સ કરો. તૈયાર છે તમારું ખાટું મીઠું પાણી. - હવે ફુદાનાના પાણી માટે મિક્સર જારમાં ફુદીનાના પાન, કોતમરી, આદુ, મરચા, થોડું પાણી ઉમેરી પીસી લો.
હવે તેને તપેલીમાં ગાળી લો અને જરૂર મુજબ પાણી ઉમેરો.
હવે તેમા સંચળ, મીઠું અને ચાટ મસાલો ઉમેરો અને મિક્સ કરી દો. તૈયાર છે તમારું ફુદીનાનું પાણી. - હવે લસણવાળું પાણી બનાવવા માટે મિક્સર જારમાં લીલું અને સુકુ લસણ ઉમેરો, તેમા આદુ, લીલા મરચા અને થોડું પાણી ઉમેરી પીસી લો.
પછી તેને તપેલીમાં ગાલી લો. તેમા જરૂર મુજબ પાણી ઉમેરો. હવે તેમા સંચળ, મીઠું અને ચાટ મસાલો ઉમેરો. તૈયાર છે તમારું લસણવાળું પાણી.
- હવે પુરીમાં ભરવાના મસાલા માટે બાફેલા બટાકા, બાફેલા ચણા, સમારેલી ડુંગળી, ચાટ મસાલો, મીઠું, સંચળની જરૂર પડશે.હવે એક તપેલીમાં બટાકાનો છુંદો કરી દો. પછી તેમા સંચળ, મીઠું, ચાટ મસાલો, લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરો. પછી તેમા બાફેલા ચણા ઉમેરી મિક્સ કરી દો. તો તૈયાર છે તમારી પાણીપુરી. (તસવીર સૌજન્ય પ્રિન્ટરેસ્ટ)
