Aloo Patties Recipe: એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી, જે બાળકોથી લઈને પુખ્ત વય સુધીના દરેક લોકોને પસંદ હોય છે. તેને શિયાળામાં ખાવાથી મજા પડી જાય છે અને આ નાસ્તાને તૈયાર કરવો ખૂબ જ સરળ છે. આ રેસિપીમાં બટાકાની સાથે કોથમીર, ડુંગળી અને મસાલાનું સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે, જેનાથી તે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે. તમે તેને તમારા પરિવાર અને મિત્રોને સર્વ કરીને તેમને ખુશ કરી શકો છો. આજે આ આર્ટિકલમાં અમે તમને આલુ પેટીસ રેસિપીની એક અનોખી અને સ્વાદિષ્ટ રીતે જણાવીશું.
આલુ પેટીસ બનાવવા માટેની સામગ્રી
સિંઘોડાનો લોટ- 1 વાટકી, બટાકા - 1/2 કિગ્રા, દહીં - 1/2 કપ, આદુ - 1 ઇંચનો ટુકડો, લીલા મરચા - 4, કોથમીર - 2 ચમચી, ધાણાજીરું પાવડર - 1/2 ચમચી, સિંગતેલ - તળવા માટે, સમારેલા ડ્રાય ફ્રૂટ્સ - 1 ચમચી, મીઠું - સ્વાદ મુજબ
આલુ પેટીસ બનાવવાની રીત
બટાકાની પેટીસ બનાવવા માટે પહેલા બટાકાને બાફી લો અને પછી તેની છાલ ઉતારીને એક વાસણમાં મેશ કરતા જાઓ. હવે લીલા મરચાં અને કોથમીરને બારીક સમારી લો. આ પછી આદુનો ટુકડો છીણી લો.
આ પછી મેશ કરેલા બટાકામાં બારીક સમારેલા લીલા મરચાં, કોથમીર અને છીણેલા આદુને ઉમેરીને મિક્સ કરી લો. આ પછી મિશ્રણમાં ધાણાજીરું પાવડર અને સિંઘોડાનો લોટ નાખો અને મિક્સ કરો.
મિશ્રણને સારી રીતે મિક્સ કર્યા પછી તેમાં ડ્રાય ફ્રૂટ્સના ટુકડા અને સ્વાદ મુજબ સિંધવ મીઠું નાખો અને મીડિયમ સાઈઝના ગોળ-ગોળ બોલ્સ તૈયાર કરી લો. તેયાર કરેલા પેટીસ બોલ્સને એક પ્લેટમાં અલગથી રાખી દો.
આ પછી એક કડાઈમાં તેલ મૂકીને મીડિયમ આંચ પર ગરમ કરો. જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં તૈયાર કરેલા પેટીસ બોલ્સને નાખીને તળી લો. તળતી વખતે પેટીસને પલટી-પલટીને હલાવતા પણ રહો.
પેટીસને ત્યાં સુધી તળો, જ્યાં સુધી તેનો રંગ ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય. પેટીસને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. આ પછી એક પ્લેટમાં તળેલી પેટીસને કાઢી લો. તેવી જ રીતે બધા પેટીસ બોલ્સને તળી લો. ઉપવાસ દરમિયાન ફરાળ માટે આલુ પેટીસ તૈયાર થઈ ચૂકી છે. તેમને દહીં અથવા રાયતાની સાથે સર્વ કરી શકાય છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.