ફૂટવેર, હેરસ્ટાઇલથી લઈને આઉટફિટ સુધી, મહિલાઓ દરેક વસ્તુ પરફેક્ટ ઈચ્છે છે. નખ પણ આમાંથી એક છે, જેને પરફેક્ટ લુક આપવા માટે આજકાલ મહિલાઓ નેલ એક્સટેન્શનનો સહારો લઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી નેઈલ એક્સટેન્શન એકદમ સામાન્ય બની ચૂક્યું છે અને લગભગ દરેક મહિલા પોતાના નખને સુંદર બનાવવા માટે તેનો સહારો લે છે. પરંતુ નેલ એક્સટેન્શનની સાઈડ ઈફેક્ટ્સથી નખને બચાવવા માટે નેઈલ એક્સટેન્શન કરાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે થોડીક બેદરકારી પણ તમારા નખને નબળા બનાવી શકે છે અને તેના કારણે તમારા નખ તૂટવા લાગે છે, એટલા માટે ચાલો જાણીએ કે નેઈલ એક્સટેન્શન કરાવતી વખતે કઈ-કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએે.
વારંવાર એક્સ્ટેન્શન ન કરાવો
નેલ એક્સટેન્શન જો તમે વારંવાર કરાવો છો, તો તેનાથી તમારા પોતાના નખ ખરાબ થઈ જશે. એક્સ્ટેન્શન કરાવવું યોગ્ય છે પરંતુ એકવાર તમે એક્સ્ટેન્શન કરાવી રહ્યા છો તો બીજીવાર તરત ન કરાવશો. બીજી વખત માટે તમારે થોડો સમય લેવો જોઈએ. ત્યારબાદ જ તમારે એક્સ્ટેન્શન કરાવવું જોઈએ.
સાઈઝનું ધ્યાન આપો
નેલ એક્સટેન્શન મોટાભાગના લોકો તેમના હાથોની સુંદરતા વધારવા માટે કરાવે છે, જ્યારે ઘણા લોકો તેમના નખની સાઈઝ વધારવા માટે કરાવે છે. નેલ એક્સટેન્શન તમારા હાથો પર વધુથી વધુ 1 મહિના સુધી રહે છે. નેલ એક્સ્ટેન્શન કરાવતી વખતે ઘણી વખત આપણે નખની સાઈઝ ખૂબ મોટી કરાવી લઈએ છીએ. જોકે, જો તમે ઘરનું કામ અથવા નોકરી કરો છો, તો તમારે ક્યારેય પણ નેલ એક્સ્ટેન્શનને વધારે લાંબા ન કરાવવા જોઈએ. તેનાથી તમારા હાથ સુંદર દેખાઈ શકે છે પરંતુ તેનાથી કામ કરવામાં ઘણી મુશ્કેલી થઈ શકે છે.
લાઈટ કલર કરાવો
ઘણી વખત આપણે ડાર્ક કલરના નેલ કલર પસંદ કરીએ છીએ. આવું ન કરો, તમારે તમારા સ્કિન કલર પ્રમાણે જ કલર પસંદ કરવો જોઈએ. આનાથી તમારા નખ દરેક પ્રકારના કપડા પર શૂટ થશે અને તે દેખાવમાં સુંદર પણ લાગશે.
નુકસાન ન થવા દો
નેલ એક્સ્ટેન્શન કરાવવા માટે નકલી નખને ગ્લૂની મદદથી ચોંટાડવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે નખ લગાવ્યા પછી વાસણો ધોવો છો, તો તમારે નેલ એક્સટેન્શન ન કરાવવું જોઈએ. ભૂલથી પણ તમારા નખ પર વાગશે તો ઘણો દુઃખાવો થાય છે. કેટલીવાર તો નખમાંથી લોહી પણ નીકળવા લાગે છે.
ક્યુટિકલ ઓઈલ લગાવો
નેલ એક્સ્ટેન્શન કરાવ્યા પછી તમારે તમારા નખને એવી રીતે છોડવાના નથી. તમારે દરરોજ ક્યૂટિકલ ઓઈલને તમારા નખ પર લગાવવું જોઈએ. તેનાથી તમારા નખ ડ્રાય થશે નથી. જો તમે ક્યુટિકલ ઓઈલ સમય-સમય પર લગાવો છો તો તમારે નેલને ડ્રાઈનેસની સમસ્યા નહીં થાય.