Kitchen Hacks: સ્વાસ્થ્ય અને સ્વાદમાં બન્નેમાં કેળાનો કોઈ જવાબ નથી. પોટેશિયમથી ભરપુર કેળા ખાવાથી પેટની સમસ્યા દૂર થાય છે અને વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. જો કે કેળાની એક સમસ્યા કાયમ રહે છે કે, ફ્રૂટ માર્કેટમાંથી કેળા ઘરે લાવ્યાના 1-2 દિવસમાં જ તે કાળા પડીને ફદીફદી જાય છે.
આવા ઢીલા પડી ગયેલા કેળા જોઈને લોકોને સુગ ચડે છે અને ખાવાની ઈચ્છા પણ નથી નથી. કેળાને વ્યવસ્થિત રીતે સ્ટોર ના કરવામાં આવે, તો ઘણી વખત તે એક જ દિવસમાં બગડી જતાં હોય છે. આથી આજે અમે આપને કેટલીક એવી ટિપ્સ જણાવીશું, જેના દ્વારા તમે કેળાને સ્ટોર કરીને લાંબા સમય સુધી એકદમ ફ્રેશ રાખી શકો છો.
Kitchen Sink Cleaning: માત્ર મિનિટોમાં ચમકાવો ચિકણું અને ગંદુ કિચન સિંક, જિદ્દી ડાઘ પણ પળમાં દૂર થશે
કેળાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા કેવી રીતે સ્ટોર કરવા?
બીજા ફળોથી અલગ રાખો: કેળાને ફળની બાસ્કેટથી અલગ રાખવા જોઈએ. જે બાસ્કેટ કે થેલીમાં સફરજન, નાસપતિ, એવોકાડો જેવા ફળો રાખ્યા હોય, તેમાં કેળા ક્યારેય ના મૂકવા જોઈએ. આવા ફળોમાં એથિલિન નામનું તત્વ હોય છે. જેના કારણે આવા ફળ સાથે કેળા રાખવાથી તે ઝડપથી પાકી જાય છે. આથી કેળાને કાયમ અન્ય ફળોથી દૂર રાખવા જોઈએ.
ઠંડી જગ્યાએ સ્ટોર કરો: કેળાને કાયમ ઠંડી અને અંધારા વાળી જગ્યા પર રાખવા જોઈએ. વધારે પડતા અજવાળા કે ગરમ જગ્યા પર રાખવાથી કેળા જલ્દી પાકી જાય છે. આથી બને તો કેળાને ફ્રિજમાં રાખવા જોઈએ.
કેળાને કન્ટેનરમાં ના રાખશો: કેળાને કોઈ કન્ટેનરમાં રાખવાની જગ્યાએ ખુલ્લા જ રાખવા જોઈએ. ખુલ્લી હવામાં રાખેલા કેળા જલ્દી કાળા નથી પડતા. આ માટે તમે કેળાને લટકાવી પણ શકો છે, જેથી કેળાની વચ્ચે હવાની અવરજવર રહે.
ફ્રિજમાં કેળા ક્યારે રાખવા જોઈએ? (How To Keep Banana Fresh)
કેળાના લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેને ફ્રિજમાં રાખવાનો યોગ્ય સમય જાણવો ખૂબ જ જરૂરી છે. હંમેશા લોકો કેળા જ્યારે પુરા ફિકા પડી જાય, ત્યારે તેને ફ્રિજમાં રાખતા હોય છે. અથવા તો કેળા જ્યારે પુરા પાકી જાય, ત્યારે ફ્રિજમાં મૂકે છે. આમ કરવાની જગ્યાએ કેળાને ફ્રિજમાં ત્યારે જ મૂકવા જોઈએ, જ્યારે તેના પર સામાન્ય કાળાશ જોવા મળે. આમ કરવાથી ફ્રિજમાં રાખ્યા બાદ પણ કેળાની છાલ જ કાળી પડશે, પરંતુ અંદરથી તે તાજા જ રહેશે.