Raksha Bandhan Mehndi Design: ભારતીય તહેવારો દરમિયાન મોટા ભાગની મહિલાઓ મહેંદી (Mehndi Designs) લગાવતી હોય છે. ત્યારે હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ પૂર્ણિમાની તિથિ 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધન (Raksha Bandhan)ની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે આ દિવસે ઘણી મહિલાઓ મહેંદી લગાવતી હોય છે. ત્યારે આજે અમે તમને મહેંદીની સુંદર ડિઝાઇન વિશે જણાવવા જઈ રહ્યા છે, જેને તમે ઓછા સમયમાં ફટાફટ લગાવી શકો છો.
રક્ષાબંધન માટે બેસ્ટ મહેંદી ડિઝાઇન (Easy Mehndi Design for Raksha Bandhan)
- રક્ષાબંધનના દિવસે બેલ મહેંદી ડિઝાઇન લગાવી શકાય છે.
- આ ડિઝાઇનને લગાવવા માટે વધુ સમય અને પૈસા ખર્ચવા પડશે નહીં.
- આ ડિઝાઈનમાં ફક્ત હાથથી આંગળી સુધી એક ડિઝાઈન બનાવવાની છે.
- હાથ પર પાંદડા અને ફૂલોની ડિઝાઈન બનાવીને તેને સજાવવાની છે.
મહેંદી સાથે લગાવો ફૂલ ડિઝાઇન (Flower Mehndi Design for Raksha Bandhan)
જો તમે એકદમ ફટાફટ મહેંદી લગાવવા માંગો છો તો તમે, ફૂલ મહેંદી લગાવી શકો છો. આ ડિઝાઈન માટે તમારે હાથની વચ્ચે ફૂલ બનાવીને આંગળીઓને મહેંદીથી કવર કરવાની છે.
રાખી માટે સુંદર મહેંદી ડિઝાઇન (Rakhi Mehndi Design 2024)
- હાલમાં બ્રેસલેટ ડિઝાઈનની મહેંદી લગાવવી ખૂબ ટ્રેન્ડિંગ છે.
- આ મહેંદી જાતે પણ લગાવી શકાય છે.
- કાંડા પાસે બ્રેસલેટ બનાવીને આંગળીઓ પર નાની-નાની ડિઝાઈન બનાવીને હાથને ખાસ લુક આપો.
છોકરીઓ માટે મહેંદી ડિઝાઇન (Raksha Bandhan Mehndi Designs for Girls)
તમે સિમ્પલ બોક્સ મહેંદી ડિઝાઈન પર લગાવી શકો છો. આ ડિઝાઇન બનાવવા માટે ફક્ત એક મોટું બોક્સ બનાવીને તેમાં નાના-નાના બોક્સ બનાવવા છે.
સરળ મહેંદી ડિઝાઈન રાખી સ્પેશ્યિલ (Rakhi Special Mehndi Design)
- સરળ મહેંદી લગાવવા માટે તમે નેટ વાળી મહેંદી ડિઝાઇન બનાવી શકો છો.
- આ પ્રકારની ડિઝાઇન સરળતાથી લગાવી શકાય છે.
- આ ડિઝાઈન લગાવવા માટે તમારે હાથ પર નેટ બનાવીને એક બોક્સમાં ડોટ લગાવવાનું છે અને બીજામાં નહીં.
- નેટની સાથે સાથે તમે કોર્નરમાં ફૂલ અથવા નાની-નાની વેલ પણ બનાવી શકાય છે.
Photo Credit: HerZindagi, Instagram
