Hair Care Tips: શિયાળાની ઋતુ આવતા જ ઠંડા પવનોને કારણે સ્કિનની સાથે-સાથે વાળ પણ ડ્રાય અને ડેમેજ થવા લાગે છે કારણ કે તેમાંથી ભેજ દૂર થઈ જાય છે. જેના કારણે શિયાળામાં વાળ ખરવા અને ડેન્ડ્રફની ખૂબ જ કોમન સમસ્યા બની જાય છે. આ શિયાળાની ઋતુમાં તમારા વાળની સંભાળ નિયમિત રીતે રાખવી જોઈએ. વાળનો ગ્રોથ સારો રહે અને વાળ મુલાયમ પણ રહે એટલા માટે કેટલીક સાવધાની રાખવી પડે છે. જાણો આ શિયાળામાં તમારે કેવી રીતે રાખવી જોઈએ વાળની કાળજી…
વાળને હાઈડ્રેટેડ રાખવા જરૂરી
હેર એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ત્વચાની જેમ આપણા વાળને પણ ભરપૂર માત્રામાં હાઈડ્રેશનની જરૂર હોય છે અને આ માટે તમે સ્કેલ્પથી લઈને લેન્થ હેર પેકનો ઉપયોગ કરી શકો છો. સાથે જ હાઈડ્રેશન માટે તમે જરૂરિયાત મુજબ પાણી પીવો અને વાળને નેચરલ રીતે યોગ્ય માત્રામાં પોષણ આપો.

હેર કેર રુટીન પર આપો ખાસ ધ્યાન
વાળને હેલ્ધી રાખવા માટે તમારે દરરોજ હેર કેર રુટીનને ફોલો કરવી જોઈએ અને જરૂરી તમામ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે તમે સમય-સમય પર હેર ટાઈપ પ્રમાણે તેલ, શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરો. સાથે જ વાળને પોષણ આપીને તેની ચમકને જાળવી રાખવા માટે હેર સીરમને પણ રુટીનમાં સામેલ કરી શકો છો. આ માટે તમે જેન્ટલ અને માઈલ્ડ પ્રોડક્ટસને પસંદ કરો.
વાળને સ્ટાઈલ કરતી વખતે આ ધ્યાન રાખો
ઘણીવાર વાળને સ્ટાઈલ કરતી વખતે આપણે ઘણી કેમિકલયુક્ત વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. વાળની સંભાળ રાખવા માટે આપણે આ કેમિકલયુક્ત પ્રોડક્ટસનો ઉપયોગ કરવાનું ટાળવું પડશે અથવા તેનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો પડશે. આ માટે તમે લૂજ હેર લૂક્સને પસંદ કરો અને ઓછામાં ઓછા હીટ સ્ટાઈલિંગ ટૂલનો ઉપયોગ કરો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.