Cleaning Hacks: ઘરના ખૂણે-ખૂણાથી વંદા અને ગરોળી એની મેળે જ બહાર નીકળી ભાગી જશે, બસ પાણીમાં આ વસ્તુ ઉમેરી પોતું મારી જુઓ કમાલ

ગરોળી કે વંદાને દૂર કરવા માટે બજારમાં મળતા રસાયણો આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જેની મદદથી વંદા ભલે ભાગે કે ન ભાગે, પણ ઘરના સભ્યો ચોક્કસ બીમાર પડી શકે છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 05 Sep 2025 06:09 PM (IST)Updated: Fri 05 Sep 2025 06:11 PM (IST)
cleaning-hacks-in-gujarati-how-to-get-rid-of-cockroach-and-lizards-permanently-598008
HIGHLIGHTS
  • વંદા અને ગરોળીને ઘરથી દૂર રાખવા માટે સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ
  • બેકિંગ સોડા વંદા માટે ઝેર સમાન છે

Cleaning Hacks: અત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસું જામ્યું છે. પાછોતરા વરસાદથી અનેક ઠેકાણે પુરની સ્થિતિ પણ સર્જાઈ છે. એવામાં ચોમાસાની સિઝનમાં ઘરમાં વંદા અને ગરોળીઓ આવવી, તે સામાન્ય સમસ્યા છે. વરસાદની ઋતુમાં આપણામાંથી અનેકના ઘરમાં ચોમાસાના જીવડા, કૉકરોચ અને ગરોળી વણનોંતર્યા મહેમાનની જેમ ઘુસી જતા હોય છે.

તમે પણ જ્યારે મોડી રાતે રસોડામાં લાઈટ કરશો, ત્યારે સિંકની આસપાસ તમને ગરોળી અને વંદાની દોડમદોડ જોવા મળતી જ હશે. વંદા અને ગરોળી જોઈને જ ચિતરી ચડે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે પણ જોખમી નીવડી શકે છે. જો તમે પણ આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો આજે અમે આપને કેટકાલ અસરકાર નુસખા વિશે જણાવીશું, જેને અજમાવવાથી વંદા અને ગરોળી તમારા ઘરથી એની મેળે જ દૂર રહેવા લાગશે.

સૌથી પહેલા તો તમારે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવાનું છે. જેના માટે પાણીમાં માત્ર આ ચાર વસ્તુઓ મિક્સ કરીને પોતું મારશો, તે સાથે જ તમને વંદા અને ગરોળી જોવા નહી મળે.

  • વિનેગાર અને બેકિંગ સોડા: એક કપ સરકા અર્થાત વિનેગારમાં બે-ત્રણ ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને તેને પાણીમાં ઉમેરી લો. હવે આ મિશ્રણને જ્યાં ગરોળી અને વંદા વારંવાર જોવા મળતા હોય, ત્યાં છાંટીને પોતું મારી દો. આમ કરવાથી વંદા અને ગરોળીની સમસ્યામાંથી મુક્તિ મળી જશે.
  • લીંબુનો રસ અને મીઠું: પોતું કરવા માટેના પાણીમાં લીંબુનો રસ અને મીઠું મિક્સ કરીને આખા ઘરમાં પોતું કરો. આમ કરવાથી વંદા અને ગરોળીઓ ઉપરાંત કીડીઓ પણ ઓછી થઈ જશે.
  • ફટકડીનો પાવડર: પાણીમાં ફટકડીનો પાવડર મિક્સ કરીને પોતું મારવાથી ગરોળી અને વંદા તો દૂર થશે. આ સાથે જ ટાઈલ્સ પર નરી આંખે ના દેખાતા હાનિકારક બેક્ટેરિયા પણ સાફ થઈ જશે.

ફટકડીની મદદથી બાથરૂમને પણ સાફ કરી શકાય છે. આ માટે પાણીમાં ફટકડીનો પાવડર ઉમેરીને ગરમ કરો. હવે આ પાણીથી વૉશ બેસિન, ફ્લશ, સિંક જેવી જગ્યાઓ સાફ કરવાથી તે ચમકી ઉઠે છે.

  • કપૂર અને લવિંગનું તેલ: આ માટે એક કપ પાણીમાં 5-6 કપુરનો બારિક પાવડર નાંખો અને તેમાં લવિંગનું તેલ ઉમેરી દો. હવે આ મિશ્રણને પોતું કરવાના પાણીમાં ઉમેરીને આખા ઘરમાં ફેરવી દો. આમ કરવાથી વંદા, ગરોળી અને કીડા ઘરથી દૂર રહેશે.