Hair Care Tips, Bananas Hair Pack: દરેક યુવતી ઈચ્છે છે કે, ફિલ્મની હિરોઈનની જેમ તેમના વાળ પણ લાંબા અને સિલ્કી હોય. આ માટે યુવતીઓ અવનવા અખતરા અજમાવે છે, જેનાથી ઘણી વખત વાળ ખરવા લાગે છે અને બરછટ થઈ જાય છે. જેના પરિણામે યુવતીઓનો આત્મવિશ્વાસ પણ ઘટી જાય છે.
આખરે કંટાળીને ઘણી યુવતીઓ પાર્લટ ટ્રીટમેન્ટ કે મોંઘી પ્રોડક્ટ્સ પર હજારો રૂપિયા ખર્ચ કરતા પણ ખચકાતી નથી. જો કે બૉલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દિક્ષિતે (Madhuri Dixit) વાળને કુદરતી રીતે સિલ્કી અને મજબૂત બનાવવા માટે ઘરેલુ નુસખો જણાવ્યો છે. ખાસ વાત એ છે કે, આ ઘરગથ્થુ હેર પેક તમારા રસોડામાં રહેલી વસ્તુઓથી જ સરળતાથી બની જશે અને તે તમામ પ્રકારના વાળ માટે ફાયદેમંદ નીવડશે.
પાકેલા કેળાનું હેર પેક બનાવવા માટેની સામગ્રી અને વિધિ (Bananas Hair Pack)
- એક પાકેલું કેળું લો અને તેને ક્રશ કરી દો.
- તેમાં એક ચમચી કોપરેલ અને અડધી ચમચી મધ મિક્સ કરો.
- કેળા, કોપરેલ અને મધની મદદથી એક પેસ્ટ તૈયારી કરો
આ ત્રણેય વસ્તુઓ વાળને જડમૂળથી પોષણ આપવાનું કામ કરે છે. કેળા વાળને સૉફ્ટ બનાવે છે, કોપરેલ વાળને ખરતા અટકાવે છે અને મધ વાળને સિલ્કી બનાવે છે.
કેળાના હેર પેકનો ઉપયોગ કેવી રીતે કરશો
- એકવાર આ હેરપેક તૈયાર થઈ જાય, પછી તેને વાળામાં સારી રીતે લગાવો
- 15-20 મિનિટ સુધી એમ જ રાખો, જેથી તમામ પોષક તત્વો વાળને પુરતા પ્રમાણમાં મળી રહે
- જે બાદ નવશેકા પાણીથી વાળ ધોઈ લો
- જો તમે સપ્તાહમાં એકવાર આ હેરપેક વાળમાં એપ્લાય કરો છો, તો થોડા જ અઠવાડિયામાં તમને ફર્ક જોવા મળશે.
વાળને કેવા ફાયદા થાય (Bananas Hair Pack Benefits)
- આ હેર પેકથી વાળમાં નેચરલ સાઈન અને સ્મૂથનેસ આવશે
- ડેન્ડ્રફ અને હેર ફૉલની સમસ્યામાંથી મુક્તિ મળશે
- આમાં કોઈ કેમિકલ ના હોવાથી, તેની કોઈ આડઅસર નહીં થાય