Regular Health Checkups: સૌ કોઈએ દર 3 મહિને આ 5 ટેસ્ટ અચૂક કરાવવા, ગમે તેવી ગંભીર બીમારીઓ વિશે મિનિટોમાં જ ખબર પડી જશે

હેલ્થ એક્સપર્ટ અને તબીબો પણ કહે છે કે, સારું સ્વાસ્થ્ય અને બીમારીઓથી બચીને રહેવા માંગતા હોવ, તો દરેક જણ માટે કેટલાક પ્રકારના મેડિકલ ટેસ્ટ કરાવવા જરૂરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 15 Oct 2025 06:12 PM (IST)Updated: Wed, 15 Oct 2025 06:12 PM (IST)
regular-health-checkups-every-3-months-preventive-health-screenings-in-gujarati
HIGHLIGHTS
  • કોઈ પણ ગંભીર બીમારીથી બચવા માટે શરીરમાં જોવા મળતા સંકેત પર ગંભીરતાથી ધ્યાન આપવું જરૂરી

Regular Health Checkups: આજકાલ પૈસાની પાછળ આંધળી દોટના કારણે મોટાભાગના લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે અને તેઓ પોતાના સ્વાસ્થ્ય તરફ પુરતુ ધ્યાન નથી આપી રહ્યા. ખરાબ લાઈફ સ્ટાઈલ, ખાણી-પીણીની ખોટી આદતો, કામનું પ્રેશર વગેરેના કારણે શરીર બીમારીઓનું ઘર બની રહ્યું છે. ખાસ વાત એ છે કે, પહેલા માત્ર વયસ્ક કે સીનિયર સિટીઝનને જોવા મળતી ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશ, કોલેસ્ટ્રોલ, થાઈરોઈડ જેવી ગંભીર બીમારીઓ હવે યુવાનોને પણ પોતાના શિકાર બનાવી રહી છે.

એવામાં જરૂરી થઈ ગયું છે કે, આપણે નિયમિત આપણા સ્વાસ્થ્યની તપાસ કરાવતા રહીએ, જેથી બીમારીઓની સમયસર ઓળખ થઈ શકે અને યોગ્ય સારવાર લઈને તેને ઉઘતી જ ડામી શકાય. આ માટે દર ત્રણ મહિને કેટલાક હેલ્થ ચેકઅપ કરાવવાથી બીમારીઓની ઝડપથી જાણ થવા સાથે સ્વસ્થ રહેવામાં પણ મદદ મળી રહે છે. તો ચાલો આવા જ 5 હેલ્થ ચેકઅપ વિશે જાણીએ, જે તમારે દર 3 મહિને અચૂક કરાવી લેવા જોઈએ..

બ્લડસુગર ટેસ્ટ: ડાયાબિટીસ એક સાઈલન્ટ કિલર છે. અનહેલ્ધી ડાયટ, મોટાપો અને તણાવ તેના મુખ્ય રિસ્ક ફેક્ટર છે. આથી દર 3 મહિનામાં બ્લડ સુગરનો ટેસ્ટ કરાવવાથી તમે જાણી શકશો કે, તમારું સુગર લેવલ કંટ્રોલમાં રહે છે કે કેમ. આટલું જ નહીં, તમને પ્રી-ડાયાબિટીક સ્થિતિની પણ ખબર પડે છે, જેથીત મે સમયસર તમારી ડાયટ અને લાઈફસ્ટાઈલમાં સુધારો કરીને આ ગંભીર બીમારીને થતા અટકાવી શકો છો.

naidunia_image

લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ: આ બ્લડ ટેસ્ટ આપણા શરીરમાં કૉલેસ્ટ્રોલના લેવલની જાણકારી આપે છે. જેમાં HDL, LDL અને ટ્રાઈગ્લિસરાઈડ્સના લેવલની તપાસ કરવામાં આવે છે. ખરાબ કોલેસ્ટ્રોલનું વધવું હાર્ટ એટેક અને સ્ટ્રોકના ખતરાને અનેક ગણો વધારી દે છે. નિયમિત ટેસ્ટથી તમે તમારા હાર્ટની હેલ્થ પર નજર રાખી શકો છો અને જરૂર જણાય તો તબીબની સલાગ પ્રમાણે ડાયટમાં ફેરફાર કરવા કે દવાઓ શરૂ કરી શકો છો.

કમ્પ્લિટ બ્લડ કાઉન્ટ (CBC): CBC એક બેઝિક, પરંતુ અત્યંત જરૂરી બ્લડ ટેસ્ટ છે. આ ટેસ્ટ શરીરમાં રેડ બ્લડ સેલ્સ, વ્હાઈટ બ્લડ સેલ્સ, હીમોગ્લોબિન અને પ્લેટલેટ્સની સંખ્યા દર્શાવે છે. જેનાથી એનીમિયા, ઈન્ફેક્શન, ઈન્ફ્લેમેશન કે બ્લડ કેન્સર જેવી ગંભીર સમસ્યાઓના પ્રાથમિક સંકેત મળી શકે છે. જે શરીરની ઈન્ટરનલ કંડિશનને સમજવા માટે એક બારીની જેમ કામ કરે છે.

થાઈરૉઈડ ફંક્શન ટેસ્ટ: થાઈરૉઈડ ગ્લેન્ડ આપણા મેટાબોલિઝ્મને કંટ્રોલ કરે છે. આજકાલ હાઈપોથાઈરોડિઝમ અને હાઈપરથાઈરોઈડિઝમની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. થાઈરોઈડનું સંતુલન બગડવાથી વજન વધવું-ઘટવું, થાક, વાળ ખરવા, મૂડ સ્વિંગ્સ જેવી અનેક સમસ્યા થઈ શકે છે. નિયમિત મેડિકલ ટેસ્ટથી થાઈરોઈડને કંટ્રોલ કરવા અને તેની સાથે સંકળાયેલ કોમ્પ્લિકેશનથી બચી શકાય છે.

naidunia_image

બ્લડપ્રેશર: ડાયાબિટીસની માફક હાઈ બ્લડ પ્રેશર પણ સાઈલેન્ટ કિલર જ છે, કારણ કે તેના કોઈ ખાસ લક્ષણ આપણને સ્પષ્ટ દેખાતા નથી. સતત હાઈ બ્લડપ્રેશર હાર્ટ, કિડની અને મગજ પર પ્રેશર કરે છે અને શરીરના આ જરૂરી અંગોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

આથી દર 3 મહિને બ્લડ પ્રેશરની તપાસ કરાવવું, તમારા સ્વાસ્થ્ય માટે સારૂં રહેશે. આમ કરવાથી તમને નક્કી કરી શકો છો કો, તેમારું બ્લડ પ્રેશર નોર્મલ રેન્જમાં એટલે કે (120/80 mmHgની આસપાસ) છે કે કેમ?