Guru Gochar 2025: ધનતેરસે ગુરુના ગોચરથી 4 રાશિની કિસ્મત સોના જેમ ચમકશે, લક્ષ્મી અને કુબેરની વિશેષ કૃપાથી જાતકોને ચાંદી જ ચાંદી

18 ઓક્ટોબર બપોરે 12:18 થી 19 ઓક્ટોબર 1:51 કલાક સુધી ત્રયોદશીની તિથિ રહેશે, જ્યારે રાતે 3:09 કલાકની આસપાસ ગુરુ ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 15 Oct 2025 05:13 PM (IST)Updated: Wed, 15 Oct 2025 05:13 PM (IST)
guru-gochar-2025-guru-transit-in-kark-rashi-on-dhanteras-2025-these-4-lucky-zodiac-sign
HIGHLIGHTS
  • 18 ઓક્ટોબરે ધનતેરસના પર્વથી દિવાળીનો 5 દિવસનો તહેવાર શરૂ

Guru Gochar 2025: દિવાળીનો પાંચ દિવસનો તહેવાર ધનતેરસથી શરૂ થવાનો છે અને ભાઈબીજ સાથે સમાપ્ત થવાનો છે. દર વર્ષે કાર્તિક મહિનાના કાળા પખવાડિયાના તેરમા દિવસે ધનતેરસ ઉજવવામાં આવે છે.

હિન્દુ કેલેન્ડર મુજબ, ધનતેરસનો પવિત્ર તહેવાર દર વર્ષે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષ (અંધારિયા પખવાડિયા)ના તેરમા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી મા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે.

હિન્દુ ધર્મના પવિત્ર એવા દિવાળી પર્વના 5 દિવસના તહેવારની શ્રૃંખલા ધનતેરસની તિથિથી શરૂ થશે અને ભાઈબીજના રોજ સમાપ્ત થશે. દર વર્ષે કારતક મહિનાની ત્રયોદશી તિથિએ ધનતેરસનો પર્વ આવે છે, ત્યારે આ વર્ષે 18 ઓક્ટોબરના રોજ બપોરે 12:18 કલાકથી 19 ઓક્ટોબર 1:51 વાગ્યા સુધી ત્રયોદસીની તિથિ રહેશે.

આમ આગામી 18 થી 19 ઓક્ટોબર દરમિયાન રાતે લગભગ 3:09 કલાકે ગ્રહમંડળનો સૌથી મોટો ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરશે. ગુરુનું આ ગોચર 4 રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સિદ્ધ થશે. તો ચાલો કંઈ છે આ લકી રાશિઓ…

મેષ: ગુરુનું ગોચર આ રાશિના જાતકો માટે શુભ ફળ આપનારું નીવડશે. નોકરિયાત વર્ગને નોકરીમાં સારો માહોલ જળવાઈ રહેશે. તમને કામકાજના સ્થળે કોઈ મોટી જવાબદારી મળી શકે છે. લાંબા ગાળાથી ચાલી આવતી મૂંઝવણ કે પરેશાનીનો ઉપાય મળી આવતા રાહત અનુભવશો. પરિવાર સાથે સારો સમય વીતાવી શકશો. નવી તકનું નિર્માણ થઈ શકે છે.

કર્ક: ગુરુનું કર્ક રાશિમાં ગોચર આ રાશિના જાતકો માટે પણ લાભકારી સિદ્ધ થશે. જાતકોને વર્ષો જૂની કોઈ બીમારીમાંથી મુક્તિ મળી શકે છે. આવક પ્રાપ્તિના પ્રયત્નો સફળ થતા જણાય. નવી નોકરી માટેના પ્રયત્નો સફળ થશે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધી શકે છે. વડીલો તેમજ માતા-પિતાનો સહકાર મળી રહેશે. ખર્ચામાં ઘટાડો થવાથી બચત વધશે.

ધન: ધનતેરસ પર્વ પર થતું ગોચર આ રાશિના વેપારી વર્ગ માટે અત્યંત ફળદાયી રહેશે. જાતકોને અણધાર્યો આર્થિક લાભ થઈ શકે છે. વાહન કે મકાન ખરીદી માટે સારા સંજોગોનું નિર્માણ થાય. જૂના કરેલા રોકાણ પર સારું વળતર મળી રહેશે. વાણીનો પ્રભાવ વધવાથી અનેક સમસ્યાનો નિવેડો આવશે.દાંમ્પત્ય જીવનમાં ઉમંગ-ઉલ્લાસ જળવાઈ રહે

મીન: આ રાશિના જાતકો માટે ગુરુના ગોચર દરમિયાન કોઈ નવો વેપાર-ધંધો શરૂ કરવા માટે શ્રેષ્ઠ સમય રહેશે. ધનની દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની વિશેષ કૃપા વરસશે. જાતકોના ખર્ચામાં કમી આવશે. બેંક બેલેન્સ વધશે. માનસિક ચિંતા હળવી થતી જણાય. વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે વિદેશ જઈ શકશે. સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા જાતકોને સારું પરિણામ મળી શકે છે.