Beauty Tips: કાળા મરીથી શરીરને ઘણા ફાયદા થાય છે. તેને ખાવાથી માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. ખાસ કરીને શિયાળામાં તેનું સેવન કરવાથી શરદી, ઉધરસ, અને પાચન સંબંધી સમસ્યાઓમાં ફાયદો મળે છે. આ સિવાય તે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પણ રાહત અપાવે છે.
પરંતુ શું તમે જાણો છો કાળા મરી તમારા વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, આ વાત એકદમ સત્ય છે. જો તમારા વાળમાં ખોળો (ડેન્ડ્રફ) થઈ ગયો છે અને વાળ ખરી રહ્યા છે તો કાળા મરી તમને આ સમસ્યાથી સહેલાઈથી છૂટકારો અપાવી શકે છે. આ સિવાય કાળા મરી તમારા સફેદવાળને કાળા કરવામાં પણ મદદ કરે છે. તો ચાલો જાણીએ કાળા મરીથી કેવા ફાયદા થાય છે અને તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો?
સફેદ વાળ માટે કાળા મરી અને દહીનું હેર પેક
જો તમે સફેદ વાળથી પરેશાન છો, તો પછી તમે તમારા વાળ માટે કાળા મરીની સાથે દહીંથી બનેલા હેર પેકનો ઉપયોગ કરી શકો છો. કાળા મરી તમારા વાળને સફેદ થતા અટકાવે છે. એવું એટલા માટે કારણ કે કાળા મરીમાં કોપની માત્રા વધારે હોય છે. દહીં તમારા વાળને મોઇશ્ચરાઇઝ કરે છે અને વિટામિન સીની ઉણપને દૂર કરે છે.
આ રીતે બનાવો હેર પેક
- આ હેર પેકને બનાવવા માટે એક બાઉલમાં 1 કપ દહીં લો.
- ત્યારબાદ તેમાં 2 ચમચી કાળા મરી પાઉડર નાખો અને તેને સારી રીતે મિક્સ કરી લો.
- હવે તેમાં તમે એક ચમચી મધ નાખો.
- હવે આ હેર પેકને સારી રીતે તમારા વાળ પર લગાવી દો.
- લગભગ અડધા કલાક પછી તેને શેમ્પૂથી યોગ્ય રીતે ધોઈ લો.
નોંધ- આ લેખ તમને સામાન્ય જાણકારી પ્રદાન કરવા માટે શેર કરવામાં આવ્યો છે. કોઈ પણ વસ્તુનું સેવન અથવા ઘરેલું ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ જરૂરથી લો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.