UPSC Success Story: આજે અમે તમને એક એવા ઉમેદવારની સક્સેસ સ્ટોરી જણાવીશું, જેમણે પોતાના એક સપનાને સાકાર કરવા માટે પોતાના બીજા સપનાનું બલિદાન આપી દીધું. વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ પૂર્વ મિસ ઉત્તરાખંડ તસ્કીન ખાન (Taskeen Khan)ની જેમણે મિસ ઈન્ડિયા બનવાનું સપનું જોયું હતું. પરંતુ પરિસ્થિતિઓમાં બદલાવની સાથે પૂર્વ બ્યૂટી ક્વીન હવે દેશની ટોપ બ્યૂરોક્રેટ બની ગઈ છે. તાજેતરમાં જ જાહેર થયેલા UPSC સિવિલ સર્વિસ પરીક્ષાના પરિણામમાં તસ્કીન ખાને ઓલ ઈન્ડિયા 736માં રેન્કની સાથે સફળતા હાંસલ કરી છે. તો ચાલો જાણીએ તેમની કહાની…
મિસ ઈન્ડિયાનું છોડ્યું સપનું
તસ્કીન ખાન એક સોશિયલ મીડિયા સ્ટાર છે. 2016-17ની વચ્ચે તેમણે મિસ દેહરાદૂન અને મિસ ઉત્તરાખંડ બંને ખિતાબો પોતાના નામ કર્યા છે. તસ્કીન ખાન એક મોડેલ હતા, જેમણે UPSCની પરીક્ષા આપવા માટે પોતાનું મિસ ઈન્ડિયાનું સપનું છોડી દીધું હતું. તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે અને તેઓ તેમની મિમિક્રી સ્કિલ્સ માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. તેઓ સુંદર હોવાની સાથે ખૂબ જ બુદ્ધિશાળી પણ છે.
ત્રણ વખત ફેલ થવા છતાં ન માની હાર
તસ્કીન ખાને IAS બનવા માટે ત્રણ વખત UPSC સિવિલ સર્વિસિસની પરીક્ષા આપી, પરંતુ ત્રણેય વખત તેઓ નાપાસ થયા હતા. પરીક્ષામાં ત્રણ વખત નાપાસ થવા છતાં પણ તેમણે હાર ન માની અને ચોથી વખત UPSCની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. તેમના ચોથા પ્રયાસમાં UPSC પરીક્ષા 736 રેન્કની સાથે પાસ કરી હતી.
પૈસાના અભાવે છોડવું પડ્યું સપનું
IAS તસ્કીન ખાન સ્કૂલ પછી મોડલિંગમાં કરિયર બનાવવા માંગતા હતા, પરંતુ પૈસાના અભાવે તેમણે તેમનું સપનું છોડવું પડ્યું અને તેમણે UPSC પરીક્ષાનો રસ્તો પસંદ કર્યો. તેઓ ભણવામાં એટલા હોશિયાર નહોતા, પરંતુ જાણતા હતા કે જો યોગ્ય રીતે તૈયારી કરવામાં આવે તો આ પરીક્ષાને પાસ કરી શકાય છે.
મહેનતના દમ પર પાસ કરી પરીક્ષા
તેમણે પોતાનો બધો સમય UPSCની તૈયારીમાં લગાવ્યો અને પોતાની મહેનતના આધારે આ પરીક્ષાને પાસ કરી લીધી. તમને જણાવી દઈએ કે, તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેઓ શૈક્ષણિક રીતે શ્રેષ્ઠ વિદ્યાર્થી ન હતા, પરંતુ તેઓ હંમેશા રમતગમતમાં આગળ રહ્યા છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.