IAS Success Story: માતા-પિતાને ગુમાવીને પણ હિંમત ના હારી, દિવસ-રાત મહેનત કરીને આ રીતે IAS બની મૉનિકા રાણા

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 10 Feb 2024 03:00 AM (IST)Updated: Sat 10 Feb 2024 03:00 AM (IST)
ias-success-story-of-monika-rana-cse-rank-577-280451

Monika Rani IAS success story: તમે ઘણા એવા IAS અને IPS ઓફિસરોની કહાનીઓ સાંભળી હશે જેઓ ખૂબ મહેનત અને સંઘર્ષ કરીને સફળ ઓફિસર બન્યા છે. પરંતુ આજે અમે એક એવા IAS ઓફિસરની વાત કરવા જઈ રહ્યા છીએ, જેમના માતા-પિતા નાનપણમાં જ એક રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને તેમના લગ્ન નાની ઉંમરમાં જ થઈ ગયા હતા અને એક બાળકની માતા હતા. તેમના બાળક અને પરિવારને સંભાળતા તેઓએ UPSC પરીક્ષાને પાસ કરી અને ઓલ ઈન્ડિયામાં 70મોં રેન્ક મેળવીને એક સફળ IAS ઓફિસર બની ગયા.

બાળકોને સંભાળતા પાસ કરી એક્ઝામ
આ IAS ઓફિસરનું નામ મોનિકા રાની છે, તેમની કહાની યુપીએસસીની તૈયારી કરતા ઉમેદવારો માટે પ્રેરણાદાયી છે કે કેવી રીતે એક મહિલાએ પરિવાર અને બાળકોને સંભાળતાની સાથે દેશની સૌથી અઘરી પરીક્ષા UPSCને પાસ કરી. તો ચાલો જાણીએ આપણે તેમના જીવનના સંઘર્ષ અને UPSCની તૈયારી વિશે.

ઉત્તરાખંડમાં થયો હતો જન્મ
સફળ IAS ઓફિસર મોનિકા રાની ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના નાડા લખમાડલ ગામના રહેવાસી છે. ખૂબ જ નાની ઉંમરમાં જ તેમના માતા-પિતા એક માર્ગ અકસ્માતમાં અવસાન પામ્યા હતા. તેમના પિતાનું નામ ગોપાલ સિંહ રાણા અને માતાનું નામ ઈન્દ્રા રાણા હતું. તેમની મોટી બહેનનું નામ દિવ્યા રાણા જેમણે તેમની સંભાળ રાખી અને ભણાવ્યા. તેમના પિતાજીનું સપનું હતું કે તેઓ એક IAS ઓફિસર બને.

શૈક્ષણિક લાયકાત
મોનિકા રાનીએ શરુઆતથી લઈને ધોરણ 12 સુધીનો અભ્યાસ સેન્ટ જોસેફ સ્કૂલમાંથી પૂર્ણ કર્યો હતો. તેમણે કોમર્સમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ અર્થશાસ્ત્રમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે મદ્રાસ મેડિકલ કોલેજમાં એડમિશનલ લીધું અને ત્યાંથી તેમણે MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ તેઓ તેમના પિતાના સપનાને પૂરું કરવા માટે તૈયારી કરવા લાગ્યા.

સંઘર્ષમય જીવન
મોનિકા રાનીના લગ્ન ખૂબ જ નાની ઉંમરમાં વર્ષ 2005માં થઈ ગયા હતા, તેમને બાળકો પણ હતા અને દિલ્હી બિજવાસનની એક સરકારી સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરતા હતા. તેમનું બાળક માત્ર 8 મહિનાનું હતું ત્યારથી જ તેમણે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરવાનું શરૂ કરી દીધું હતું. બાળકોનું ધ્યાન રાખવું, ઘરના કામકાજ અને ત્યાર પછી સ્કૂલે જવું, આવી જ રીતે આખો દિવસ પસાર થઈ જતો હતો અને રાત્રે UPSC પરીક્ષાની તૈયારી કરતા હતા.

પરીક્ષાના એક દિવસ પહેલા સ્કૂલમાંથી લીધી રજા
તેમને તમામ કામ એકલા જ કરવું પડતું હતું કારણ કે તેમના પતિ કોલકાતામાં ડ્યૂટી પર હતા. એટલા માટે તેમને પરીક્ષાની તૈયારી માટે પણ ખૂબ જ ઓછો સમય મળી શકતો હતો. તેઓ માત્ર 3થી 4 કલાક અભ્યાસ કરતા હતા. પરીક્ષા શરૂ થવાના એક દિવસ પહેલા તેમણે સ્કૂલમાંથી રજા લઈ લીધી અને સંપૂર્ણ ધ્યાન UPSC પરીક્ષા પર આપવાનું શરૂ કર્યું.

UPSC પરીક્ષાની તૈયારી
મોનિકા રાની જ્યારે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમના વૈકલ્પિક વિષયો ઈતિહાસ અને ફિલોસોફી હતા. મોનિકા રાનીએ UPSC પરીક્ષાનો પહેલો પ્રયાસ વર્ષ 2007માં કર્યો હતો જેમાં તેમણે મેઈન્સ તો ક્લિયર કરી લીધી હતી પરંતુ ઇન્ટરવ્યૂમાં ફેલ થઈ ગયા હતા. એ જ રીતે તેમણે સતત બે પરીક્ષાઓ આપી, જેમાં તેમને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો.

ચોથા પ્રયાસમાં મેળવ્યો 70મો રેન્ક
તેમ છતાં પણ તેઓએ હિંમત ન હારી અને ઈમાનદારીથી મહેનત કરવાનું ચાલુ રાખ્યું. ત્યાર બાદ UPSC સિવિલ સર્વિસ પરીક્ષાનો ચોથો પ્રયાસ આપ્યો, ત્યારે તેમાં પ્રિલિમ્સ અને ઇન્ટરવ્યૂ ક્લિયર કરી લીધું અને ઓલ ઈન્ડિયા રેન્ક 70મો મેળવ્યો. અને તેમણે પોતાના પિતાજીનું IAS બનવાનું સપનું પૂરું કર્યું અને તેઓ IAS ઓફિસર બની ગયા.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.