કોણ છે રાઉલ? 16 વર્ષના આ ભારતીય છોકરાએ લીધી પુતિન સાથે સેલ્ફી, રશિયાના રાષ્ટ્રપતિએ કરી ભરપૂર પ્રશંસા

16 વર્ષીય ભારતીય છોકરો રાઉલ જ્હોન અજુ પુતિન સાથેની સેલ્ફી બાદ વિશ્વભરમાં વાયરલ થયો છે. લોકો તેની ઓળખ અને પુતિન દ્વારા તેની પ્રશંસા પાછળનું કારણ જાણવા ઉત્સુક છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Fri, 27 Nov 2026 02:31 PM (IST)Updated: Fri, 27 Nov 2026 02:31 PM (IST)
who-is-raul-john-aju-16-year-old-ai-kid-of-india-meets-russian-president-vladimir-putin
રાઉલ જ્હોન અજુએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે સેલ્ફી લીધી

Raul John Aju: હાલમાં 16 વર્ષનો ભારતીય છોકરો સમગ્ર વિશ્વમાં વાયરલ થઈ રહ્યો છે. વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓમાંના એક પુતિન સાથે તેની સેલ્ફી વાયરલ થયા બાદ લોકો જાણવા માગે છે કે આ છોકરો છે કોણ અને પુતિન કેમ તેની પ્રશંસા કરી રહ્યા છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે સેલ્ફી લીધી

તમને જણાવી દઈએ કે, 16 વર્ષના રાઉલ જ્હોન અજુએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે સેલ્ફી લીધી છે. AI Kid Of India રાઉલે મોસ્કો ખાતે પુતિન સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. હવે લોકો તેમની આ તસવીર પર ખુબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો બીજી તરફ પુતિને પણ રાઉલની ખુબ પ્રસંશા કરી હતી.

રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિને ગુરુવારના રોજ મોસ્કો ખાતે યોજાયેલ AI જર્ની 2026 સંમેલનમાં ભારતીય ઉદ્યોગ સાહસિક રાઉલ જ્હોન અજુ સાથે મુલાકાત કરી હતી અને તેમના કામના વખાણ કર્યા હતા. પુતિને રાઉલના કામને પીએમ મોદીના મહત્વકાંક્ષી પહેલ મેક ઈન ઈન્ડિયા સાથે જોડીને તેમના કામને બિરદાવ્યું હતું.

યુવા ઈનોવેટર્સ સાથે પુતિને વાર્તાલાપ કર્યો હતો

મીડિયા રિપોર્ટ અનુસાર પુતિને ભારતીય યુવા અજુ સાથે વાત કરતા કહ્યું કે, પોતાના તકનિકી ઉકેલો શોધનારા યુવા ઈનોવેટર્સ મેક ઈન ઈન્ડિયાના લક્ષ્યો પુરા કરવામાં મહત્વનું યોગદાન આપે છે. તેમનું કામ મેક ઈન ઈન્ડિયાનું સપનુ પુરુ કરવામાં મદદ કરે છે. કારણે કે આ તમારી પહેલ અન્ય યુવાનોને પોતાની સમસ્યાના ઉકેલો જાતે શોધવા અને તેને જીવનમાં લાગુ કરવા માટે પ્રેરિત કરે છે.

12 વર્ષની ઉંમરે બનાવ્યો હતો પહેલો રોબોટ

રાઉલની વાત કરીએ તો તેણે 12 વર્ષની ઉંમરે પહેલો રોબોટ MEBot બનાવ્યો હતો. આ તેની સ્કૂલ સાઈન્સના પ્રોજેક્ટનો ભાગ હતો. જ્યારે તેને પુછવામાં આવ્યું કે, આ બધી વસ્તુ સાથે તેનો ઈન્ટરેસ્ટ ક્યારથી શરુ થયો ત્યારે તેણે કહ્યું કે,વીડિયો એડીંટીંગ દરમિયાન તેને આ બધી વસ્તુમાં શોખ જાગવા લાગ્યો હતો. તેમના પિતા એડોબીમાં કામ કરે છે જેના કારણે તેને અનેક મોંઘા ટૂલ્સ વિશે માહિતી હતી.

રાઉલ વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી વિશે માહિતી પણ આપે છે

અજુએ નોર્થ એડાપલ્લી જીએચએસએસથી પ્લસ ટૂ કોમર્સનો અભ્યાસ કર્યો છે અને તેની સાથે તે એઆઈ પ્રોજેક્ટ પણ પણ કામ કરી રહ્યો છે. તે એઆઈ રિયલ્સ ટેક્નોલોજી સંસ્થાપક છે. તેણે બનાવેલા પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો જેમાં થિંકક્રાફ્ટ, રેસ્ક્યૂ એઆઈ અને મીબોચ જેવા ટૂલનો સમાવેશ થાય છે. રાઉલ વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી વિશે માહિતી પણ આપે છે. સાથે સાથે તે થિંકક્રાફ્ટ એકેડમી સાથે પણ જોડાયેલ છે.