Federal Reserve:નીચા વ્યાજ દરોને લઈ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતની પ્રશંસા કરી US ફેડરલ રિઝર્વ સામે નિશાન સાધ્યું

Federal Reserve News:ઊંચા વ્યાજ દરોને લગતા વલણની સ્થિતિ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત ચર્ચામાં છે. તેમણે અમેરિકાની ફેડરલ રિઝર્વની ટીકા કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 21 Nov 2026 07:57 AM (IST)Updated: Sat, 21 Nov 2026 07:57 AM (IST)
president-trump-praised-india-regarding-low-interest-rates-and-took-aim-at-the-us-federal-reserve

Federal Reserve News:ઊંચા વ્યાજ દરોને લગતા વલણની સ્થિતિ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત ચર્ચામાં છે. તેમણે અમેરિકાની ફેડરલ રિઝર્વની ટીકા કરી છે. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે ભારતીય અર્થવ્યવસ્થામાં ઓછા વ્યાજ દરોની સ્થિતિ વચ્ચે મજબૂત આર્થિક વિકાસ દરની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે ઊંચા વ્યાજ દરને લીધે અમેરિકાના અર્થતંત્રને ભારે નુકસાન થઈ રહ્યું છે.

US ફેડરલ રિઝર્વના વડાને આ માટે કોઈ દોષિત નથી 

આ સાથે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે હું US ફેડરલ રિઝર્વના વડાને આ માટે કોઈ દોષ આપી રહ્યો નથી પણ અમારી આ મધ્યસ્થ બેન્ક વધારે રાજનીતિક છે.આપણે જ્યારે પણ સારા આર્થિક આંકડા રજૂ કરી છીએ ત્યારે વ્યાજ દરોને વધારી દેવામાં આવે છે અને આ સ્થિતિ કોઈ ચોક્કસ ઉદ્દેશથી કરવામાં આવે છે અને હકીકતમાં તેનાથી સમગ્ર બાબત વિપરીત હોવી જોઈએ.

ફેડરલ રિઝર્વના પગલાંથી દેશને નુકસાન થઈ રહ્યું છે

તેમણે ફેડરલ રિઝર્વ આ પ્રકારના પગલાં દેશનો નુકસાન પહોંચાડી રહ્યા છે, અલબત અમારી પાસે સારા આંકડા રહેલા હોય છે ત્યારે વ્યાજ દરો સતત વધારવાની કોઈ જ જરૂર રહેતી નથી, કારણ કે ઓછા વ્યાજ દરોના સંજોગોમાં દેશમાં ક્રેડિટની પરિસ્થિતિ વધારે સારી રહે છે. તેમણે કહ્યું કે ભારત પોતાની મજબૂત અર્થવ્યવસ્થા વચ્ચે વ્યાજ દરોને નીચેના લેવલ પર જાળવી રાખ્યો છે અને તેને લીધે અર્થતંત્રને ઘણો ફાયદો થઈ રહ્યો છે.

ક્રેડિટની સ્થિતિ અને અર્થતંત્ર

તેમણે કહ્યું કે એલન ગ્રીનસ્પેન એક ખૂબ જ સારા ફેડરલ રિઝર્વના વડા હતા. જ્યારે પણ અર્થતંત્રને લગતા સારા આંકડા સામે આવતા ત્યારે વ્યાજ દરોને નીચા રાખવામાં આવતા હતા. જ્યારે આંકડા સારા રાખવામાં આવે છે તો ક્રેડિટની સ્થિતિ વધારે સારી હોય છે, અલબત આ સ્થિતિથી આપણી વિપરીત બાબત કરી રહ્યા છીએ.