US Tariff:રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી વખત ટેરિફનું શસ્ત્ર ઉગામ્યું; ભારત સહિત વિશ્વના 14 દેશો પર નવા દરો લાગૂ કર્યાં

US Tariff:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ટેરિફનું હથિયાર ઉગામ્યું છે. અમેરિકા દ્વારા ભારત સહિત 14 દેશો પર નવા ટેરિફ લાદવાની દરખાસ્ત રજૂ કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 26 Nov 2026 07:23 AM (IST)Updated: Thu, 26 Nov 2026 07:25 AM (IST)
president-trump-has-once-again-wielded-the-weapon-of-tariffs-imposing-new-rates-on-14-countries-around-the-world-including-india

US Tariff:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ટેરિફનું હથિયાર ઉગામ્યું છે. અમેરિકા દ્વારા ભારત સહિત 14 દેશો પર નવા ટેરિફ લાદવાની દરખાસ્ત રજૂ કરી છે. આ સાથે અમેરિકા સાથે કોઈ દેશ દ્વિ-પક્ષિય સમજૂતી ન થવાના સંજોગોમાં ટેરિફ 25 ટકા સુધી વધારી શકે છે. બુધવારે અમેરિકી ટ્રેડ રિપ્રેઝેન્ટેન્ટીવે કલમ 201 તપાસ પર આધારે આ દરખાસ્તને રજૂ કરી છે.

14 દેશો પર 15-20 ટકા એડિશનલ ટેરિફ

જે 14 દેશો પર 15-20 ટકા એડિશનલ ટેરિફ લગાવવાની દરખાસ્ત છે. અલબત આ દરખાસ્તમાં વિકસિત દેશો પર ઓછો ટેરિફ અને ચીન, સિંગાપુર તથા વિયતનામ જેવા દેશો પર વધારે દર છે.ભારતના ફાર્મા અને ફોન નિકાસને આ વધારાના ટેરિફમાં છૂટ આપવામાં આવી છે. આ સાથે તપાસમાં ભારતની PLI યોજના, આત્મનિર્ભર ભારત અભિયાન તથા સોલર, હેલ્થ અને ICT સેક્ટરને લગતી નીતિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભારત સરકારે એડિશનલ ક્ષમતાને લગતા આરોપને નકારી દીધા

દરમિયાન ભારત સરકારે એડિશનલ ક્ષમતાને લગતા આરોપને નકારી દીધા છે. સરકારનું કહેવું છે કે ભારત અમેરિકા સાથે વ્યાપાર સમજૂતી માટે સતત વાતચીત કરી રહ્યું છે અને કોઈ પણ વ્યાપારને લગતી ચિંતા આ માળખાને લઈ ઉકેલ મેળવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટીટીવ દ્વાાર જે તપાસના આધારે રજૂઆત કરવામાં આવી હતી તેના આધારે એડિશનલ ટેરિફ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને અમેરિકા છેલ્લા કેટલાક સમયથી ટેરિફ મુદ્દે ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને દ્વિપક્ષિય સમજૂતી કરવા પ્રયત્નશીલ હતા. જોકે અમેરિકા ભારતમાં ડેરી તથા કૃષિ સેક્ટરને અમેરિકા માટે ખુલ્લુ કરવા માટે સતત માંગ કરતાં વાટાઘાટો અવરોધાઈ હતી.