US Tariff News:ભારત પર અમેરિકાના 100 ટકા ટેરિફની લટકતી તલવાર, કેવી અસર થશે તે જાણો

આ બિલમાં રશિયા પાસેથી અને અન્ય સામાન્ય ખરીદી કરનારા દેશો પર 100 ટકા વધારાનો ટેરિફ લગાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 08 Aug 2026 03:42 PM (IST)Updated: Sat, 08 Aug 2026 03:42 PM (IST)
india-100-per-cent-us-tariff-russia-oil-sanctions-bill

US Tariff News:અમેરિકા અને ભારત વચ્ચે ફરી એક વખત તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે. અમેરિકાની સેનેટ દ્વારા જે નવા પ્રતિબંધોની જોગવાઈ કરતા એક બિલને સંપૂર્ણ બહુમતીથી મંજૂરી આપી છે. આ બિલમાં રશિયા પાસેથી અને અન્ય સામાન્ય ખરીદી કરનારા દેશો પર 100 ટકા વધારાનો ટેરિફ લગાવવાની જોગવાઈ કરવામાં આવી છે. 

ભારત પર કેવી અસર થશે

ભારત છેલ્લા કેટલાક વર્ષોથી રશિયામાં મોટાપાયે ક્રુડ ઓઈલની ખરીદી કરી રહ્યું છે. રશિયા પાસેથી સસ્તા ક્રુડને લીધે ભારતીય રિફાઈનર્સને ઘણો ફાયદો મળી રહ્યો છે અને તેને લીધે દેશની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવામાં પણ મદદ મળી છે.

જો અમેરિકા રશિયાનું ક્રુડ ઓઈલ ખરીદનાર દેશો પર ભારે ટેરિફ લગાવે છે તો ભારતથી અમેરિકા જતા સામાન પર તેની સીધી પ્રતિકૂળ અસર થઈ શકે છે. તેને લીધે ભારતીય કંપનીઓ માટે અમેરિકાના બજારોમાં તેના ઉત્પાદનોનું વેચાણ કરવું ઘણુ મોંઘુ થઈ શકે છે. ખાસ કરીને એવા સમયે કે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સમજૂતીને લઈ ચિંતા ચાલી રહી છે અને આ નિર્ણય બન્ને દેશના સંબંધોને માટે પડકારરૂપ બની શકે છે.

ભારત પાસે હવે કયો વિકલ્પ છે?


ભારત માટે સૌથી મોટો પડકાર રશિયા પાસેથી સસ્તુ ક્રુડ ઓઈલ ખરીદવું અને અમેરિકા સાથે વ્યાપારિક સંબંધોને જાળવી રાખવા વચ્ચે સંતુલન કેળવવાનું રહેશે. જો અમેરિકા ધરખમ ટેરિફ લગાવે છે તો ભારત તેના નિકાસકર્તાઓને થતા નુકસાનને ઓછું કરવા માટે અન્ય બજારો પર ધ્યાન વધારવું પડી શકે છે.