Jaguar Land Rover Job Cuts:બ્રિટનની અગ્રણી કાર કંપની જગુઆર લેન્ડ રોવર(JLR) આગામી બે વર્ષમાં આશરે 4,000 કર્મચારીની છટણી કરી શકે છે. કંપની આ સમયમાં વધતા ખર્ચ, ઘટતા વેચાણ તથા અમેરિકામાં ટેરિફ જેવા પડકારોનો સામનો કરી રહી છે.બ્રિટનના અખબાર ધ ટાઈમ્સના અહેવાલ પ્રમાણે કંપની શુક્રવારે મોડી રાત્રે કર્મચારીઓને સંભવિત છટણી અંગે માહિતી આપી છે. આ અંગે ઔપચારિક જાહેરાત સોમવારે કરવામાં આવે તેવી શક્યતા છે.
બે વર્ષમાં આશરે 1.7 અબજ યુરોની બચત કરવાનો છે લક્ષ્યાંક
જગુઆર લેન્ડર રોવર(JLR)એ બ્લૂમબર્ગને આપેલા એક નિવેદનમાં કહ્યું છે કે કંપની સ્વૈચ્છીક છટણી કાર્યક્રમ શરૂ કરી રહી છે. કંપની આગામી બે વર્ષમાં આશરે 1.7 અબજ યુરો એટલે કે 2.3 અબજ ડોલરની બચત કરવાની યોજના પર કામ કરી રહી છે.JLR તેના કારોબારને સરળ અને વ્યવસ્થિત કરવા સાથે જ ઉચ્ચ સ્તરને ઘટાડી 3 લાખ વાહન કરવા માગે છે. જ્યાં કંપનીના ખર્ચ અને કમાણી બરાબર થાય છે. જોકે, કંપનીએ એવી કોઈ માહિતી આપી નથી કે આ યોજના અંતર્ગત કૂલ કેટલા કર્મચારીની નોકરી જઈ શકે છે.
બ્રિટનમાં JLRના આશરે 33,000 કર્મચારી છે અને કંપનીના માલિકી હક ભારતની ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડ પાસે છે. તાજેતરના ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક આશરે 10 ટકા ઘટી છે. જ્યારે નફામાં 69 ટકાના ભારે ઘટાડા સાથે 10.90 કરોડ યુરો રહ્યો છે.
મોંઘી ઈલેક્ટ્રિક રેન્જ રોવર અને ચીન તરફથી વધતી સ્પર્ધા
JLR એ આ મહિનામાં તેની પ્રથમ ઈલેક્ટ્રિક રેન્જ રોવર વેચાણ માટે રજૂ કરી છે. તેની કિંમત 1,54,070 યુરો છે. તે બજારમાં મળનારી સૌથી મોંઘી ઈલેક્ટ્રિક SUVમાં સામેલ છે. તેની કિંમત કંપનીના પેટ્રોલ અથવા ડીઝલ મોડલથી લગભગ 50 હજાર પાઉન્ડથી વધારે છે.
