Bomb Blast In Cricket Stadium: પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ક્રિકેટ મેચ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ વિસ્ફોટ બાજૌર જિલ્લાના ખાર તાલકામાં કૌસર ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયો હતો.
પોલીસે પણ આ વિસ્ફોટની પુષ્ટિ કરી છે. અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્ફોટ IED દ્વારા કરવામાં આવ્યો હતો. પોલીસના મતે આ વિસ્ફોટ જાણી જોઈને કરવામાં આવ્યો હતો અને તેના માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. જોકે હજુ સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
⚡️ 1 KILLED as blast tears through cricket match in Pakistan
— RT (@RT_com) September 6, 2025
Sudden IED explosion in Bajaur, Khyber Pakhtunkhwa
Panic, screams, chaos — police call it ‘a TARGETED attack’ pic.twitter.com/rTBDePGD1j
આતંકવાદીઓ સામે કાર્યવાહી શરૂ
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ગયા મહિને સુરક્ષા દળો દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સરબકાફથી ડરી ગયેલા આતંકવાદીઓ આ માટે જવાબદાર છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બે અલગ અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા ત્રણ આતંકવાદીઓ અને એક પોલીસકર્મી માર્યા ગયા હતા.
આ પણ વાંચો
પોલીસે જણાવ્યું હતું કે પ્રાંતના કોહાટ જિલ્લાના લાચી પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં પોલીસ એન્કાઉન્ટર દરમિયાન ત્રણેય આતંકવાદીઓ માર્યા ગયા હતા. બીજી ઘટનામાં, લાચી તહસીલમાં દરમલક પોલીસ ચોકી નજીક અજાણ્યા હુમલાખોરોએ પોલીસ વાન પર હુમલો કર્યો ત્યારે એક કોન્સ્ટેબલનું મોત થયું હતું.